બાપુનગર પોલીસ લાઈન પાસે ચાલતા જુગારના અડ્ડા પર પોલીસ કમિશનરનો સ્કવોર્ડ ત્રાટક્યો

| Updated: May 11, 2022 12:56 pm

બાપુનગર પોલીસ લાઈનની બાજુમાં ખુલ્લે આમ ચાલી રહેલા વર્લીમટ્ટકાના જુગારના અડ્ડા પર પોલીસ કમિશનરના સ્કવોર્ડે રેડ કરી હતી. પોલીસે આઠ આરોપી અને 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ લાઇન પાસે જ જુગાર લાંબો સમય ચાલુ રહેતા સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ છે.

શહેરમાં દારુ – જુગાર સહિતની તમામ ગેરકાયદે પ્રવૃતિ પર કડક કાર્યવાહી કરાવના આદેશ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કર્યા છે. તેમ છતાં સ્થાનિક પોલીસ અને તેમા પણ વહિવટદાર જેવા અમુક તત્વો બેફામ બની ગયા છે અને છુપાઇને પણ આવી ગેરકાયદે પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેવામાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ગુના નિવારણ શાખાએ બાપુનગર પોલીસ લાઇનને અડીને ચાલતા જુગારના અડ્ડા પર રેડ કરી હતી.

જેમાં બાપુનગર વોટર ડ્રીસ્ટુબીટશન સ્ટેશનની સામે વિહાન ફ્રાય સેન્ટરની પાછળના ખુલ્લી જગ્યામાં એક શખ્સ કેટલાક લોકોને બહારથી બોલાવી વર્લી મટકાના સટ્ટા બેટીંગના આંક લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યો છે. આ જગ્યા પર રેડ કરી પોલીસે સટ્ટો રમી રહેલા 8 શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 23 હજારની રોકડ જપ્ત કરી હતી. આરોપી ચંદ્રકાંત પટેલ વર્લી મટકાનું સ્ટેન્ડ લાંબા સમયથી ચલાવતો હતો.

પોલીસ લાઇન હોવા છતાં પણ સ્થાનિક પોલીસ મુકેશના કહેવાથી આંખા આડા કાન કરી રહી હતી. મુકેશનો એટલો ખોફ છે કે, સ્થાનિક પોલીસ તો ઠીક અધિકારીઓ પણ તેની સામે કોઇ કાર્યવાહી કરી શકતા નથી. ઝોન-5 વિસ્તારમાં આ શખ્સ પોતાનો દબદબો ધરાવતો હોવાની પોલીસ વિભાગમાં ચર્ચા છે.

Your email address will not be published.