હીના હત્યા કેસઃ સચિનના બોપલ સ્થિત ઘરમાંથી મળેલા બે મોબાઈલ કોના?

| Updated: October 12, 2021 6:14 pm

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર હીના હત્યા કેસમાં પોલીસ આજે હીનાના આરોપી પતિ સચિનને તેના બોપલ ખાતેના ઘરમાં તપાસ માટે લઈ ગઈ હતી. પોલીસને ત્યાંથી કેટલીક મહત્વની કડીઓ મળી છે. પોલીસને ઘરમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ મોબાઈલ ફોન હીનાના હોવાનું પોલીસ અનુમાન લગાવે છે. આ મોબાઈલ પોલીસને તપાસમાં મદદરૂપ થાય તેવી પ્રબળ શક્યતા છે.

DYSP એમ કે રાણાએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હીના હત્યા કેસમાં ત્રણ પીઆઇની એસઆઇટી બનાવવામાં આવી છે. આ ટીમ સચિનને આજે તપાસ માટે બોપલ ધુમા ફ્લેટમાં લઈ ગઈ હતી જ્યાં હીના રહેતી હતી. આ ઘરમાંથી પોલીસને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે.

તેમણે જણાવ્યું કે ગાંધીનગરના પેથાપુર પાસે મળી આવેલા બાળકની તપાસ ચાલુ છે. આજે બોપલ વિસ્તારમાં ટીમ સચિનને લઈને ગઈ છે. જે જગ્યાએ બાળક મળેલું એ જગ્યાએ ઘટનાને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવી હતી. અત્યારે અમારી ટીમ હિનાની માતા અને માસીની તપાસ કરી રહ્યા છે અને તેમના નિવેદન લઇ રહી છે.

સચિન અને યુવતી હીનાના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.અમદાવાદની તપાસ પૂરી થાય એટલે વડોદરા લઈ જવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *