પોલીસ માનવતા ભુલી, વર-વધુને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખ્યા

| Updated: January 25, 2022 4:45 pm

વર-વધુને પોલીસ સ્ટેશનમાં રખાયા હોવાની ગુજરાતની પ્રથમ ઘટના

ગુજરાતમાં (bride and groom) રાત્રી કફર્યુનુ પાલન કરાવવામાં વલસાડ પોલીસ જાણે કે માનવતા જ ભુલી બેસી હતી. ગુજરાતના ઇતિહાસમાં સૌ-પ્રથમ વખત વર-વધુએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી પડી હોવાની ઘટના બની છે, વલસાડ પોલીસે કરફ્યુના ભંગ બદલ વર-વધુને પોલીસ સ્ટેશનમાં પુરી રાત રાખ્યા હતા અને આ અંગે વર-વધુ સહિત 35 લોકો સામે કરફ્યુ ભંગનો ગુનો નોંધ્યો હતો. જેને પગલે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, નેતાઓ ખુલ્લેઆમ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડવતા હોય છે અને તેમની સામે આજ સુધી કાર્યવાહી કરવાની વાત તો દુર ગુજરાતના એક પણ આઇ.પી.એસ અધિકારી કે સમગ્ર પોલીસ સ્ટાફની હિંમત નથી કે જો નેતાને આ અંગે પુછી પણ લે, ત્યારે એક વર-વધુને (bride and groom) પુરી રાત લોકઅપમાં રાખી ગુજરાત પોલીસે પોતે જ સાબીત કરી બતાવ્યું છે કે નેતાઓ સામે કેટલી નમાલી છે.

વિગતો એવી છે કે પોલીસ લગ્નપ્રસંગની ગાઈડલાઈન્સનો જ્યારે ભંગ થાય ત્યારે જ સામાન્ય રીતે વરરાજા કે દુલ્હનના (bride and groom) પરિવારજનો સામે કાર્યવાહી કરતી હોય છે. વલસાડ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે પોલીસે રાત્રિ કફર્યૂની કડક અમલવારી શરૂ કરાવી છે. વલસાડમાં રાત્રિ કફર્યૂની કડક અમલવારીનો એક નવદંપતીએ લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. વલસાડ શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ કફર્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા નવદંપતી અને તેના પરિવારજનોની પોલીસે અટકાયત કરી હતી.

નવદંપતીએ લગ્નની રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવી પડી હતી. આ અંગે પરિવારજનોએ કહ્યું હતું કે અમે લોકોએ પોલીસને કહ્યું હતું કે અમને તમામને પોલીસ મથકમાં રાખવા હોય તો રાખો પણ વર-વધુને પોલીસ સ્ટેશનમાં ન રાખો તેમ છતાં પોલીસ માની ન હતી અને બળજબરીપુર્વક તેમને પોલીસ મથકમાં જ આખી રાત રાખ્યા હતા.

દુલ્હા અને દુલ્હન (bride and groom) સામે માનવતાના ધોરણે કાર્યવાહી કરાતી નથી હોતી. પરંતુ, ગુજરાતમાં આ પ્રથમ એવી ઘટના છે કે, જેમાં વલસાડ પોલીસે કફર્યૂ ભંગના મામલામાં દુલ્હા અને દુલ્હનને પણ છોડ્યા ન હતા. તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

વલસાડ શહેરમાં પોલીસની રાત્રિ કફર્યૂની કડક અમલવારીના કારણે પારડી વિસ્તારમાં લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલા નવદંપતીએ સુહાગરાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. નવદંપતીની સાથે અન્ય પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી હતી. સવારે તમામનો જામીન પર છુટકારો થયો હતો.

આ પણ વાંચો – ગોધરામાં યુવતી લગ્નનાં ફેરા ફરે તે પહેલા અર્થી ઉઠી….કાંળજુ કપાંવનારી ઘટના

લગ્નની પ્રથમ રાત પોલીસ સ્ટેશનમાં વિતાવનાર વરરાજા પીયૂષ પટેલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પીયૂષ પટેલે કહ્યું હતું કે, અમારાથી થોડું મોડું થઈ જતા અમે માફી માગી હતી. નેતાઓ જ્યારે કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવે છે ત્યારે જ આ જ પોલીસ આંખ આડા કાન કરે છે. જ્યારે સામાન્ય લોકો સાથે કાયદાની કડક અમલવારીના નામે હેરાનગરતિ કરવામાં આવે છે.અમારા પરિવારજનોએ કહ્યું હતું કે, કફર્યૂ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવદંપતીને જવા દો. પરંતુ, પોલીસ એકની બે ના થઈ અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

આ અંગે જીલ્લા પોલીસ વડા રાજદીંપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વર-વધુએ (bride and groom) પણ કરફ્યુ ભંગ કર્યો હતો જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Your email address will not be published.