ઇન્ચાર્જ પોલીસ કમિશનરના આદેશથી તમામ અધિકારીઓ અને જવાનો પોતાના સોશિયલ મિડીયા પ્રોફાઇલમાં રાષ્ટ્રધ્વજને રાખવા હુકમ

| Updated: August 3, 2022 8:42 pm

સમગ્ર રાષ્ટ્ર આઝાદીના 75 વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ સ્વરુપે કરી રહ્યું છે. તેથી દેશના વડા પ્રધાનને કરેલા આહ્વાન પ્રમાણે શહેરના તમામ અધિકારીઓ અને જવાનોએ પોતાા સોશિયલ મિડીયાના પ્રોફાઇલ પર રાષ્ટ્ર ધ્વજ તીરંગાને સન્માન પૂર્વર મુકવા આદેશ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે શહેરના મુખ્ય મથક મદદનીશ પોલીસ કમિશનર તાલીમે પોતાના નામે બ્રોડકાસ્ટ મેસજ કર્યો છે.

શહેરમાં તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતાના સોશિયલ મિડીયાના પ્રોફાઇલમાં રાષ્ટ્ર ધ્વજ એટલે કે તીરંગાને સન્માન પૂર્વક મકુવા માટે આજ્ઞાનુસાર વિનતી કરતો એક પત્ર સોશિયલ મિડીયા પર વાઇરલ થયો છે. આ પત્ર અમદાવાદ શહેરના મુખ્ય મથક તાલીમ મદદનીશ પોલીસ કમિશનર ડી વી પટેલની સહીથી ફરતો થયો છે. જેમાં તેમણે તમામ સિનિયર અધિકારીઓ, પોલીસ સ્ટેશન, શાખાઓ અને મુખ્ય મથક કન્ટ્રોલ રુમના તમામ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેકટરને જાણ માટે પણ મોકલી આપ્યો છે.

આમ પોલીસ કમિશનરના આદેશથી નોડલ અધિકારીએ હર ઘર તિરંગા અંતરગત આમ કરવા આદેશ કર્યા છે. આ પત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર રાષ્ટ્ર આઝાદીના 75 વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ સ્વરુપે કરી રહ્યું છે. તેથી 15 ઓગસ્ટ સુધી પ્રોફાઇલમાં રાષ્ટ્ર ધ્વજ રાખવા આદેશ કરાયો છે.

Your email address will not be published.