દરિયાપુરમાં જુગારના અડ્ડા પર દરોડોઃ 150થી વધુ પકડાયા

| Updated: July 5, 2021 9:57 pm

કોરોનાના કારણે હજુ ઘણા નિયંત્રણો લાગુ છે છતાં જુગારીઓને તેનાથી કોઈ ફરક પડતો નથી. સોમવારે સાંજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 150થી વધુ જુગારીઓને જુગાર રમતા પકડ્યા હતા. એડિશનલ ડીજીપી નીરજા ગોત્રુની આગેવાનીમાં દરિયાપુરમાં તંબુ ચોકી પાસે સાત મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રોકડ જપ્ત કરી છે જેની ગણતરી ચાલુ છે. જુગારનો અડ્ડો ગોવિંદ રામુ પટેલ નામની વ્યક્તિ ચલાવતી હતી.

Your email address will not be published.