બેનકાબ થતા હત્યારા સચિનના નાટકો : માથું પછાડી પોલીસને ગેરમાર્ગે દોરવા ધતિંગ

| Updated: October 10, 2021 5:48 pm

થોડાક સમય પહેલા રિલીઝ થયેલી હિન્દી વેબસિરિઝ અપહરણમાં યુવતીની હત્યા કરી તેની લાશને યુવક બેગમાં પેક કરે છે. તેવુજ હાલ ગાંધીનગરમાં સચિને કરેલી હીનાની હત્યા કેસમાં થયું છે. સચિને પહેલા હીનાનું ગળું દબાવી તેની લાશને પણ એક મોટી ટ્રાવેલ બેગના પેક કરી હતી. હાલ પોલીસે તે બેગ કબ્જે કરી લાશને પીએમ માટે મોકલી આપી છે. બીજી બાજુ ગાંધીનગર પોલીસની એક ટીમ સચિનને લઈને વડોદરા રવાના થઈ છે. સચિને વડોદરાના જે ફ્લેટ દર્શનના G 102માં હત્યા કરી હતી. ત્યાં સચિનને સાથે રાખી તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સિવાય આરોપી સચિન માનસિક રીતે બીમાર હોવાનો કરી રહ્યો છે ડોઢ પણ કરી રહ્યો હોવાનું પોલીસનું કહેવું છે. સચિન પોલીસને જવાબ ના આપવા પોલીસ પૂછપરછમાં દીવાલ સાથે પોતાનું માથું પછાડી રહ્યો છે. જેના કારણે તેને વોમિટીંગ પણ થઈ છે. સચિન પોલીસને ગેરમાર્ગે દોરવા આ નાટકો કરી રહ્યો છે. વડોદરાના દર્શનમ એપાર્ટમેન્ટમાં એફએસએલની એક ટીમ પણ પહોંચી છે અને આખા ફ્લેટની સાયન્ટિફિક રીતે તપાસ કરી રહી છે. સચિને કઈ રીતે આ હત્યા કરી અને કેવી રીતે હત્યા કરી તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સચિન હાલ પોલીસને ગેરમાર્ગે દોરવા તમામ તાયફા કરી રહ્યો છે જેના લીધે ફ્લેટ પર તાત્કાલિક ડોક્ટરની ટીમ પણ બોલાવી પડી છે.

Your email address will not be published. Required fields are marked *