પોલીસ ભરતીમાં ભવિષ્ય માટે દોડનાર યુવકની અંતિમ દોડ બની

| Updated: January 13, 2022 5:29 pm

જુનાગઢનો રહેવાસી અમિત જોટવા અમરેલી ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીની દોડ પરીક્ષા આપવા આવ્યો હતો અને તે દરમિયાન અમિત જોટવા અચાનક જ ગ્રાઉન્ડ પર પટકાઈ ગયો હતો અને તેમનું ત્યાજ ગ્રાઉન્ડ ઉપર મોત નિપજયું હતું.

પોલીસ ભરતી દરમિયાન દોડતી વખતે તેમને મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.આ ધટના બનતાની સાથે જ ચકચાર મચી ગયો હતો.પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ઉપર દોડતા દોડતા યુવક જમીન પર પડી ગયો હતો. અને તેને ડૉક્ટર દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયો
અમિત જોટવા જૂનાગઢ જિલ્લાના વતની હતા અને તેમનો નામનો ઉમેદવાર પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે અમરેલી સ્થિત મેદાનમાં દોડવા માટે આવ્યા હતા.અમિતે દોડ શરૂ કર્યા બાદ થોડી જ વારમાં ગ્રાઉન્ડ ઉપર પટકાયો હતો અને થોડી જ વારમાં તેમણે દુનિયામાંથી શ્વાસ છોડી દીધો હતો અને ત્યાં હાજર પોલીસ જવાનો દ્વારા તેમને ઝડપી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.અને ત્યાર બાદ ડોક્ટરો દ્વારા તેમને મોત થયું ગયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ વાતને તેમના પરિવારના લોકોને જાણ કરતાની સાથે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.યુવકનું સંપનુ તો પુરુ ના થયું પણ પોતાના સંપના માટે જીવ ગૂમાવ્યો છે.સરકારી ભરતીની આ દોડ યુવાન માટે જિંદગીની છેલ્લી દોડ બની ગઈ તેમ કહી શકાય અને પરિવારમાં આઘાતમાં જતો રહ્યો છે.

Your email address will not be published.