મેઘાણીનગરમાં પથ્થરમારાના મેસેજમાં ગયેલી પોલીસ પર પથ્થરમારો, ત્રણની ધરપકડ

| Updated: June 20, 2022 8:10 pm

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર બ્રિજ નીચે રવિવારે સાંજે અમુક યુવકો ઝઘડો કરી રહ્યા હતા. પોલીસને મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસને જોઇ યુવકો ફાટકની પેલી તરફ જઇ પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. જેમાં એક પોલીસકર્મીને ઇજા થઇ હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. પોલીસે 3 યુવકોની ધરપકડ કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મેઘાણીનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર બ્રીજની નીચે રવિવારે સાંજે ચાર વાગ્યે પોલીસ કન્ટ્રોલ રુમને પથ્થરમારોનો મેસેજ મળ્યો હતો. તેના આધારે મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ગાડીમાં દીલીપભાઇ, ધર્મેન્દ્રસિંહ, એએસઆઇ છબાભાઇ ડાભી ઘટના સ્થળે પહોચ્યા હતા. બ્રીજ નીચે સાંઈબાબા સોસાયટી પાસે અજાણ્યા યુવકો પથ્થરમારો કરતા હતા. મેસેજ કરનાર દીપકભાઇએ જણાવ્યુ કે, કોઇ દેખાતુ નથી પરંતુ બ્રીજ ઉપરથી કોઇ ફાયરિંગ કરી રહ્યું છે. જેથી પોલીસ બ્રીજની નીચે પહોચી હતી.

આ સમયે ફાટકની બીજી તરફ જઇ 3 યુવકો પોલીસની બોલેરો વાન પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. પોલીસની બોલેરોમાંથી એએસઆઇ બહાર આવતા તેમને માથામાં પથ્થર વાગ્યો હતો. પોલીસે આસપાસના લોકોની મદદથી 3 યુવકનો પકડી પાડ્યા હતા. જેમાં સંજય રમેશ પટણી, બાલરામ નંદકીશોર રાજપુત સહિત ત્રણને પકડી પાડ્યા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.