સુરતના માથાભારે સજ્જુ કોઠારી બાદ તેના ભાઈ આરીફ કોઠારીના ક્લબ  પર પોલીસે બુલડોઝર ફેરવ્યું

| Updated: April 22, 2022 7:34 pm

સુરત પોલીસે (police ) ગુનેગારો સામે હવે કડક વલણ શરૂ કર્યું છે. જે ગુનેગારો ગેરકાયદેસર જમીનો પર કબજો કરતાં થયા છે, એવા ગુનેગારોની મિલકતો  પર પોલીસે બુલડોઝર ફેરવવાના શરૂ કર્યા છે. 

હાલમાં સજ્જુ કોઠારીને પકડવા ગયેલી પોલીસ (police )પર તેના મળતિયાઓ  તેના ભાઈએ  સાથે મળીને  પોલીસ પર હુમલો કર્યો હતો. આ ઘટના પછી પોલીસે ભાઈ આરીફ કોઠારીને ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઘટના બાદ  મંગળવારે રાત્રે સુભાષ નગર ઝુપડપટ્ટી ના પાડા પાસે પોલીસ આરીફ કોઠારીની ધારપકડ કરવા ગઈ હતી, ત્યારે પણ તેણે બૂમાબૂમ કરી ત્રીસ-પાંત્રીસ લોકોને એકત્ર કરી ફરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી, અને પોલીસના કપડા ફાડી નાખ્યા હતા.  આ ઘટના ધ્યાનમાં રાખતા પોલીસે સજ્જુ કોઠારીના ભાઈ સામે લાલ આંખ કરી હતી.

આ પણ વાંચો : ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 25 ગુજરાતી પોલીસ અધિકારીઓનું IPS નોમીનેશન મંજૂર

સુરત પોલીસે આવા લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતની રાંદેર  પોલીસે ગઈકાલે કોઠારીના શીતલ ટોકીઝની બાજુમાં ગેરકાયદેસર જગ્યામાં ચલાવતા જુગારધામે  પહોંચી હતી અને ત્યાં  બુલડોઝર ફેરવ્યું હતું. પોલીસે ત્યાંના લોખંડના દરવાજા અને ત્યાં રહેલી બાઈકો પણ કબ્જે કરી હતી. આજે વહેલી સવારથી જ તેની આ ગેરકાયદેસર સરકારી જમીન પર બનેલા જુગારધામ પર બૂલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ગઇકાલે પોલીસ દ્વારા મહાનગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓને લઈ જઈ ત્યાં કાપ કરાવ્યો હતો.

જોકે આ રિપોર્ટને ભૂતકાળમાં વિજિલન્સ દ્વારા તપાસવામાં આવી હતી. પોલીસે આવા અસામાજીક તત્વોને સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવા બદલ ચેતવણી આપી છે. મંગળવારે પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં 12 કરતાં વધુ લોકોની ધરપકડ કરી છે, અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ: મયુર મિસ્ત્રી સુરત

Your email address will not be published.