ગોપાલ ઈટાલીયાની ઉપસ્થિતિમાં રાજકીય અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

| Updated: April 16, 2022 12:54 pm

રાજયમાં વિધાનસભાની ચુંટણી નજીક જેમ જેમ આવી રહી છે તેમ ભરતી મેળામાં વધારે રાજકીય ભરતી થઇ રહી છે.તો આજે આમ આદમી (Aam Aadmi Party)ગોપાલ ઈટાલીયાની ઉપસ્થિતિમાં રાજકીય અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party)જોડાયા છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)કાર્યલાયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટીમાં(Aam Aadmi Party) ​​જોડાનાર આજે તેમના નામની યાદી

પિયુષભાઈ સિંધવ (પરમાર)
માળીયા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે અને માળીયા-માંગરોળ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ ૨ ટર્મથી છે.તેઓ હાટી ક્ષત્રિય સમાજ સંગઠનના યુવા અગ્રણી પણ છે અને તેની સાથે તેઓ જુના ગળોદર ગામના માજી સરપંચ પણ છે.

કિશોરભાઈ માધાભાઈ રાઠોડ
સરપંચ જુના ગળોદર ગ્રામ પંચાયતના છે અને તેની સાથે તેઓ દલિત સમાજના સામાજિક અગ્રણી પણ છે.

ભરતભાઇ મુળજીભાઇ ચાંદેગરા
સરપંચ નવા ગળોદર ગ્રામ પંચાયતના છે

આમ આદમી પાર્ટીમાં(Aam Aadmi Party) જોડાવા બદલ પ્રદેશ સમિતી તમામ મહાનુભાવોનું તેમના કાર્યકરોનું, સમર્થકોનું અને શુભેચ્છકોનું ઉમળકાભેર પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું

થોડા દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપમાં જોડાયા

ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતાં એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેની સાથે રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલા જોડાયા છે.

પંદર દિવસ પહેલાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવવા હોવાની વાત ચર્ચામાં આવી હતી.અને ત્યાર બાદ તેઓ જોડાયા હતા જેના કારણે કોગ્રેસમાં જટકો લાગ્યો હતો.આ બને નેતાઓને સમજાવામાં આવ્યા હતા પણ એમ છતા તેઓ આપમાં જોડાઇ ગયા હતા.

Your email address will not be published.