મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવા પાછળ મોદીનું રાજકીય વિઝન

| Updated: July 6, 2021 9:26 pm

ભારત સરકારે એક જ દિવસમાં આઠ નવા ગવર્નરની નિમણૂક કરી છે. જુદા જુદા રાજ્યોમાં ગવર્નરપદે નવા ચહેરાઓની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતમાંથી મંગુભાઈ પટેલની મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ છે. ગવર્નરની ટ્રાન્સફર પાછળ ચોક્કસ પ્રકારની ચૂંટણીની ગણતરી અને રાજનીતિ જોડાયેલી હોય છે. હાલના દિવસોમાં રાજ્યપાલ રાજ્યના ઉપરછલ્લાં વડા નથી હોતા. રાજકારણમાં સંખ્યાબળના દૃષ્ટિકોણથી કોઈ મોટી તોડજોડ થાય, ત્યારે એમની ભૂમિકા અગત્યની બની રહે છે.

77 વર્ષના મંગુભાઈ પટેલની મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેનો એક માધ્યમના દૃષ્ટિકોણથી ઘણો મોટો રોલ માનવામાં આવે છે. આ નિર્ણયને કારણે ગુજરાતના રાજકારણમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. જોકે, આને ચૂંટણી અગાઉ મોદીનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. દેશના આઠ રાજ્યમાં નવા ગવર્નરની નિયુક્તિ અને રાજકીય સમીકરણ પાછળ કોઈ ચોક્કસ કારણ હોવાનું મનાાય છે. જોકે, આખો માહોલ ખૂબ રસપ્રદ બની ગયો છે. મંગુભાઈ પટેલની એક નેતાથી લઈને રાજ્યપાલ સુધીની રાજકીય સફર પર એક નજર કરીએ.

મંગુભાઈ પટેલ બાળપણમાં RSS સાથે જોડાયેલા હતા. શાખામાં નિયમિત ભાગ લેતા હતા. સંઘની વિચારધારા એમના મૂળમાં રહી છે. આ જ વિચારધારા મુજબ તેમણે સંઘ અને પક્ષના ઘણા કામ કર્યા છે. મંગુભાઈ પટેલને ધીરજ અને સંયમ ધરાવતી વ્યક્તિ માનવામાં આવે છે. આ ઉપરાંત સારા નેતાની સાથોસાથ સંઘના સક્રિય સભ્ય માનવામાં આવે છે. આ વ્યક્તિએ પોતાની રાજકીય કારકિર્દી કે સંઘમાં ક્યારેય હાથ ઊંચો કરીને પોસ્ટ કે પદ માટે માંગ નથી કરી.

મંગુભાઈ ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ડેપ્યુટી સ્પીકર પણ હતા. આદિવાસી પ્રજામાં હિંદુ ધર્મને લઈને એક સારૂં અને સાચું ચિત્ર ઊભું કરવામાં એક ધારાસભ્ય પદે રહીને મોટી ભૂમિકા અદા કરી છે. ભારતમાં આદિવાસીઓની વસ્તી 8.61 ટકા છે. જ્યારે 14.75 ટકા વસ્તુ ગુજરાત રાજ્યમાં છે. છત્તીસગઢમાં આ ટકાવારી 32.2 ટકા અને મધ્ય પ્રદેશમાં આ ટકાવારી 21.1 ટકા રહી છે. મંગુભાઈ પણ આદિવાસી સમુદાયમાંથી આવે છે. આદિવાસી સમુદાય સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કોંકણ સુધી. વર્ષ 2023માં મધ્ય પ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે. તેને ધ્યાનમાં લેતા મંગુભાઈની નિયુક્તિને અતિ મહત્ત્વની માનવામાં આવે છે.

ગુજરાતમાં આદિવાસી પ્રજાને કોંગ્રેસની મતબેંક માનવામાં આવતી રહી છે. તેઓ કોઈ ત્રીજા મોરચાને સ્વીકારતા નથી. દાયકાઓથી કોંગ્રેસે આ સમુદાયનો રાજકીય હેતુથી ઉપયોગ કર્યો. પણ છેલ્લા એક દાયકાથી આ ચિત્ર પલટાયું છે. એક આખો વર્ગ ભાજપ તરફી થઈ ચૂક્યો છે. આ પાછળનું એક મોટું કારણ વનવાસી કન્યા કેન્દ્ર રહ્યું છે. ઘણા બધા આદિવાસીઓની ઘર વાપસી થઈ છે. જેમાં હિન્દુત્વનું પાસું પણ જોડાયેલું છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 27થી વધારે બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ રહ્યું છે. જેની અસર બાકીની 56 બેઠકો ઉપર પણ થઈ છે.

આ ઘટના બની ત્યારે મંગુભાઈ પટેલ લાઈમલાઈટ્સમાં આવ્યા હતા. જેને પદડા પાછળ રહીને કામ કરનારા વ્યક્તિ કહી શકાય છે. છેલ્લા 65 વર્ષથી આદિવાસીઓના કલ્યાણ અને વિકાસ માટે તેમણે અથાગ કામ કર્યું છે. અસીમાનંદ વનવાસી કેળવણી યોજના, આદિજાતિ કલ્યાણ યોજના અને શાળાઓ માટે ગુજરાતમાં સ્થાયી થયા, ત્યારે મંગુભાઇએ ખાતરી આપી કે અસીમાનંદની સારી સ્થાપના થઈ. મંગુભાઇ પાંચ વખત ધારાસભ્ય અને ત્રણ વખત મંત્રી રહી ચૂક્યા છે. તેમના પ્રધાનપદના કાર્યકાળ દરમિયાન, તેઓ હંમેશાં ગુજરાતના આદિવાસી બાબતોનું સંચાલન કરતા હતા.

ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જ્યારે વર્ષ 2023માં મઘ્ય પ્રદેશમાં ચૂંટણી થશે. ગુજરાતની જેમ આદિવાસી સમુદાયમાં ભાજપ સાથે સારી આશા સાથે શાસન કરી શકે એવું વ્યક્તિત્વ અનિવાર્ય બન્યું છે. જ્યાં મોટાભાગના આદિવાસીઓ હિંદુત્વ સંસ્કૃતી અને ભાજપ પ્રત્યે સંવેદનશીલ છે. મધ્ય પ્રદેશમાં 21 ટકા પ્રજા આદિવાસી છે. ભાજપના હાઈકમાન્ડનું એવું માનવું છે કે, મઘ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એકલા હાથે આ વસ્તીને ભગવા તરફ પરિવર્તિત કરી શકે એમ નથી. ખાસ કરીને જ્યારે મામલો મતનો રહ્યો છે ત્યારે. છત્તીસગઢ એનું પાડોશી રાજ્ય છે. ત્યાં પણ અન્સુયા ઉડકે આદિવાસી રાજ્યપાલ છે.

મંગુભાઇ સમગ્ર આદિજાતિની વસ્તીને તેના પ્રભાવ હેઠળ નિયંત્રિત અને ભાજપ તરફ લાવવામાં સક્ષમ બનશે. હાઈકમાન્ડ મંગુભાઇના અનુભવ અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને મહત્ત્વના માને છે. તે બાળપણથી તેઓ આરએસએસ તરફ આકર્ષિત રહ્યા છે. મંગુભાઈનો જન્મ વર્ષ 1944માં થયો હતો. તેઓ બાળપણથી જ સંઘની શાખાઓ સાથે જોડાયેલા હતા. તેઓ મધ્ય પ્રદેશના 19માં રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. તેઓ મધ્ય પ્રદેશમાં પણ આદિવાસીઓના સશક્તિકરણમાં મોટો ફાળો આપશે. 80ના દાયકામાં જ્યારે એક રાજકીય પક્ષનું ચિત્ર સ્પષ્ટ થયું ત્યારથી તેઓ ભાજપના એક સક્રિય સભ્ય રહ્યા છે. મંગુભાઈ એવી મહત્ત્વની વ્યક્તિ રહ્યા છે જેમણે અટલ બિહારી વાજપેયી અને અડવાણી જેવા ભાજપના મોટા નેતા સાથે કામ કર્યું છે. તેમણે પણ અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમનો અભિગમ સમજાવ્યો. જેનો હેતુ આદિવાસીઓને ખ્રિસ્તી થતા અટકાવવાનો હતો.

90ના દાયકામાં વનવાસી કલ્યાણ આશ્રમના હેતું અને વિઝન અંગના દસ્તાવેજ બહાર પાડતી વખતે પટેલે કહ્યું હતું કે, ડાંગમાં ખ્રિસ્તીઓએ ખાંડ અને ઘઉંનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ગરીબ અને આદિવાસી લોકોને ખ્રિસ્તી ધર્મમાં ધર્માતરણ કરાવ્યું હતું. આ વાત તેમણે જાહેરમાં કરી હતી. પણ અમે ક્રાંતિ કરી છે અને ખાતરી સાથે કહી શકું છું કે, એ રૂપાંતરણ થઈ ચૂક્યું છે. એ પણ યાદ રાખવું જોઈએ કે, 1998માં જ્યારે તેઓ હિન્દુ ધર્મનો સ્વીકાર કરવામાં ઈનકાર કરી રહ્યા હતા ત્યારે ખ્રિસ્તીઓ તરફથી ધમકી આપવામાં આવી હતી. આ થતું અટકાવવામાં અસીમાનનાદની સાથે મંગુભાઈનું નામ પણ લોકચર્ચામાં રહ્યું હતું.

મંગુભાઈનો સિંહફાળો આદિવાસી યુવાનો માટે સરળતાથી લોન મળી રહે એ રહ્યો છે. આ ઉપરાંત જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ ગોઠવણી કરવાનું રહ્યું છે. 500થી વધારે યુવાનોને આશરે 15 લાખ રૂપિયાની લોન અપાવી છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારના 30થી 35 વિદ્યાર્થીઓ પાયલટ બન્યા છે. જ્યારે 40થી વધારે છોકરીઓ એરહોસ્ટેસ બની છે. તેમણે ખાતરી આપી કે ગુજરાતમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ઓછામાં ઓછા એક હજાર યુવાનોએ પ્રમાણમાં મુશ્કેલ GUJCET પરીક્ષાઓને પાસ કરી લીધી છે.

મંગુભાઈ પટેલની ભાજપની આગેવાની હેઠળ ગુજરાત સરકારની સૌથી મોટી સિદ્ધિ એ રહી છે કે, તેમણે ખ્રિસ્તી ધર્મમાં આદિવાસીઓનું ધર્માંતરણ અટકાવ્યું. આ ઉપરાંત દિલ્હી સહિત મોટાભાગના રાજ્યમાં વિઝન દસ્તાવેજના ઘડતરમાં મંગુભાઈની નિર્ણાયક ભૂમિકા રહી છે. જેની સાથે એક વિશાળ આદિવાસી વસ્તી જોડાયેલી છે.

મંગુભાઈની રાજ્યપાલ તરીકે નિયુક્તિને એક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. તેઓ આદિજાતિ કલ્યાણની દેખરેખ રાખવા અને આદિજાતિની નીતિઓને નવીન બનાવવાના પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે. તેમની નિમણૂંક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કોંકણ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થિત પોતાના જેવા આદિવાસીઓને પ્રભાવિત કરશે. તે 2022ની રાજ્ય ચૂંટણીઓમાં ગુજરાત ભાજપને ગુજરાતમાં આદિવાસીઓની 14.65 ટકાની ટકાવારી અસર કરવામાં મદદ કરી શકે છે. આ પહેલા 2007 સુધી આદિવાસીઓએ કોંગ્રેસને બેફામ મત આપ્યા હતા.

મંગુભાઈ મુળ કુકના આદિવાસી જાતિ સમુદાયના વ્યક્તિ છે, જેને કોકના અથવા કોંકણી આદિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગે એમની જાતિનો વસવાટ મહારાષ્ટ્ર અને ગુજરાતની સહ્યાદ્રી-સાપુતારા રેન્જમાંથી છે. એવું માનવામાં આવે છે કે તેઓ મૂળ થાણે જિલ્લાના કોંકણ પટ્ટામાંથી આવે છે. તેઓ ભારતીય રાજ્યો ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં, આ આદિજાતિ જે કોઈની પ્રકૃતિની ઉપાસના કરતી હતી તે હવે હિન્દુ દેવતાઓની ઉપાસના તરફ આગળ વધી છે.

Your email address will not be published.