ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ધમાસાણ; બહેન નયનાબા કોંગ્રેસ તરફી જ્યારે પત્ની રીવાબા ભાજપ તરફી

| Updated: August 6, 2022 4:44 pm

ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય (Political) ધમાસાણ ચાલી રહી છે. પરિવારના બે સદસ્ય રાજકીય (Political) મામલે અમને સામને જોવા મળ્યા છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ, તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપની તરફેણમાં છે.

નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે. અને વિધાનસભાની ચૂંટણી માટે જામનગરની બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ જામનગરની બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે દાવેદારી પણ નોંધાવી છે. અને માટે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.

નયનાબાએ કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જવાબદારીઓમાં પહોંચી વળવું શક્ય નથી, તેથી તેમણે રાજીનામુ આપ્યુ છે. અને તેમણે પત્રમાં પણ આ જ કારણ લખ્યું છે. તો બીજી તરફ રીવાબાએ કહ્યું છે કે, ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું. હાલ રવિન્દ્ર જાડેજાના પારિવારિક મુદ્દાને કારણે જામનગરનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો: રવિન્દ્ર જાડેજાના બેન કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડવા ઇચ્છુક

Your email address will not be published.