મનીષ સીસોદિયાએ ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીને દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લેવા પત્ર

| Updated: April 13, 2022 4:46 pm

દિલ્હીના નાયાબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સોમવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓએ ભાવનગરમાં સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સરકારે સરકારી શાળાઓ કેવી બનીવી છે તે જોવા માટે અહિંયા આવ્યો છું. ત્યારે જીતુભાઈના નિવેદન બાદ ભાવનગરની શાળાઓમાં ગયો હતો જયા દરેક ખુણામાં કરોળિયાના જાળ દેખાઈ રહ્યા હતા. જો ક તેઓએ આજે તેમણે ટ્ટિટ કરી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રીને દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.

મનીષ સિસોદિયાએ એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં શિક્ષણ મંત્રીના શહેરમાં સ્કૂલોમાં આવ્યો ત્યારે ભાજપે દિલ્લીમાં તેમના સાંસદ ઉતારી દીધા અને સ્કૂલોમાં મોકલ્યા. ક્યાંય તેઓને કરોળિયાના બાવા કે બોર્ડ એવું નથી દેખાયું. દિલ્લીમાં આપની સરકારે 5 વર્ષમાં કર્યું અને 27 વર્ષમાં ગુજરાતમાં ભાજપે કઈ નથી કર્યું. દેશમાં શિક્ષણની વાત થઈ તેના પર હું ખુશ છું. હું દિલ્હીમાં શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આવવા આમંત્રણ આપું છું. અનેક રાજ્યોના મુખ્યમંત્રી આવ્યા છે. આવો જોવો કેવી કામગીરી થાય છે. અમારું ગઠબંધન ગુજરાત સાથે છે. આમ આદમી સાથે અમે જોડાયેલા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, 700 સ્કૂલોમાં 1 જ શિક્ષણ ભણાવે છે. સરકારી સ્કૂલો નહીં ભવિષ્યની આવી હાલત છે. સરકારી સ્કૂલોને સારી કરવી એ કઈ રોકેટ સાયન્સ નથી. 5 વર્ષમાં દિલ્હીમાં સરકારી સ્કૂલો બદલાઈ શકે છે, તો ભાજપ 27 વર્ષમાં ન કરી શકે? રોજ બાળકો ભણવા અને શિક્ષકો ભણાવવા આવે છે તો ત્યાં એવું ન લાગવું જોઈએ કે કોઈ કબાડખાનામાં આવી ગયા. આજે સરકારી સ્કૂલમાં બાળકોને એવું લાગતું હશે કે અમે થોડું દેશનું ભવિષ્ય છીએ. દેશનું ભવિષ્ય તો જીતુભાઈની શાળામાં ભણે છે. 27 વર્ષથી ભાજપ શુ કરે છે?

શિક્ષકોને લઈ તેઓએ જણાવ્યું કે ભાવનગરમાં બે સરકારી સ્કૂલોમાં હું ગયો ત્યાં જોયું તો દિવાલો પર કરોળિયાની જાળી હતી, શિક્ષકો નહોતા, ગેલેરીથી ક્લાસરૂમ સુધી કોઈપણ ખૂણો એવો નહોતો જ્યાં કરોળિયાની જાળી ન હોય. શિક્ષકોને એક-એક મહિનાના પગાર પર રખાયા છે. બાથરૂમની વ્યવસ્થા નહોતી. ખુદ શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવી વ્યવસ્થા છે. મને આશ્ચર્ય થયું જ્યારે એક સરકારી શાળાના વાલીઓએ મને કહ્યું કે, આ સ્કૂલ બંધ થાય છે.

Your email address will not be published.