દેશની કોઇ યુનિવર્સિટી-ઇન્સ્ટીટ્યુટ જાતિ આધારિત ભેદભાવથી મુક્ત નથી

| Updated: December 19, 2021 2:46 pm

અલ્હાબાદની જીબી પંત સોશિયલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં થોડા દિવસો પહેલા, આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા.જોકે સિલેક્શન પેનલને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલા 16 ઓબીસી ઉમેદવારોમાંથી એક પણ યોગ્ય લાગ્યો ન હતો.

ઓબીસી કેટેગરી માટે અનામત આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પણ એ કારણથી ખાલી રાખવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એટલો મોટો હોબાળો મચ્યો કે ઇન્સ્ટિટ્યૂટે બે દિવસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ફરીથી જાહેરાત કરવી પડી.

જો કે, આ વિવાદ થાળે પડે તે પહેલા ભારતની બેસ્ટ યુનિવર્સિટીઓમાંની એક જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ની પીએચડી પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ના સંખ્યાબંધ ઉમેદવારોને ખૂબ જ ઓછા માર્કસ આપવામાં આવ્યા હતા.મૌખિક પરીક્ષામાં આ વિદ્યાર્થીઓને 30 માંથી એકથી ચારની વચ્ચે માર્કસ આપવામાં આવ્યા હતા.

શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં લાયકાતનો અભાવ હોવાનું બહાનું આગળ ધરીને પ્રવેશ નહીં આપવા ‘ઈન્ટરવ્યૂ’નો દુરુપયોગ એ કોઈ નવી ઘટના નથી. વાસ્તવમાં, સામાજિક-આર્થિક રીતે પછાત વર્ગનાં લોકો આગળ ન આવે તે માટે આ લોકો દ્વારા ક્વોલિટી અને સ્ટાન્ડર્ડના નામે દાયકાઓથી આ રમત ચાલી રહી છે.

જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને આપવામાં આવેલા માર્ક્સનાં પુરતા ડેટાનો અભાવ તેમજ મુખ્યપ્રવાહના મીડિયાનું સ્પષ્ટ મૌન પણ જાતિવાદી માનસિકતા દર્શાવે છે.તેનો અર્થ એ છે કે ઘોર અન્યાયના આવા મુદ્દાઓને યોગ્ય રીતે ઉઠાવવામાં આવતાં નથી.

આટીઇનાં કાયદાના અમલીકરણે એ હદે સુનિશ્ચિત કર્યું છે કે અત્યંત નીચા માર્કસ આપવાના આવા ઇરાદાપૂર્વકના પ્રયાસો, જે મોટા ભાગના કિસ્સાઓમાં ‘ઉચ્ચ’ જાતિના ઇન્ટરવ્યુ લેનારનાં જ્ઞાતિ પૂર્વગ્રહને કારણે છે, તે પણ જાણ બહાર રહેશે નહીં. સોશિયલ મીડિયા પર જોકે આવી ઘટનાઓ જંગલની આગની જેમ ફેલાતી હોય છે.

જેએનયુ કે જે પ્રગતિશીલ સોશિયલ સાયન્ટિસ્ટ અને ઈતિહાસકારોનો ગઢ ગણાય છે, તે સહિત દેશની કોઈપણ સંસ્થા ઈન્ટરવ્યુનાં દુરુપયોગનાં આવા શરમજનક કૃત્યોમાં સામેલ નથી તેવો દાવો કરી શકે તેમ નથી.

જેએનયુમાં એવા કિસ્સાઓ વારંવાર નોંધાય છે કે અનામત કેટેગરીનાં વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં પ્રમાણમાં સારો દેખાવ છતાં તેમની મૌખિક (વિવા વોસે) પરીક્ષામાં શૂન્ય માર્ક પણ આપવામાં આવ્યા હતા. આ દરેક કેસ વાસ્તવિક તપાસનો વિષય હોઈ શકે છે.

થોડાં વર્ષો પહેલાં, પ્રોફેસર અબ્દુલ નફેની અધ્યક્ષતામાં યુનિવર્સિટીની આંતરિક સમિતિએ તમામ સામાજિક કેટેગરીમાં લેખિત અને મૌખિક પરીક્ષાનાં માર્કસમાં તફાવતની પેટર્નનો અભ્યાસ કર્યો હતો. જેમાં ભેદભાવ કરાતો હોવાનું જણાયું હતું.સમિતિએ ભલામણ કરી હતી કે મૌખિક પરીક્ષા 30 માર્કસથી ઘટાડીને 15 માર્કસની કરવામાં આવે તો આ સમસ્યા કંઇક અંશે હળવી થશે.

2010માં એક અહેવાલ મુજબ યુનિવર્સિટીમાં માત્ર 3.29 ફેકલ્ટી દલિત અને 1.44 ટકા આદિવાસી છે.આઇઆઇટી અને આઇઆઇએમ જેવી અન્ય પ્રીમિયર સંસ્થાઓમાં પણ આ જ સ્થિતિ છે જ્યાં અનામત કેટેગરી માટેની ફેકલ્ટીની જગ્યાઓ એક યા બીજા બહાને ખાલી રાખવામાં આવે છે અને કોઈ પણ યોગ્ય ઇમેદવાર મળ્યા નથી તેવું બહાનું વારંવાર આગળ ધરવામાં આવે છે.

2017નાં એક અહેવાલ મુજબ 2016 સુધી છ આઈઆઈએમમાં માત્ર બે ફેકલ્ટી સભ્યો એસસી હતા. જ્યારે એસટી કેટેગરીમાંથી એક પણ ન હતા.અન્ય આઠ આઇઆઇએમ દ્વારા ડેટા પૂરો પાડવામાં આવ્યો ન હતો અથવા જવાબ આપ્યો કે તેઓ ફેકલ્ટીનાં સોશિયલ ગ્રૂપનો ડેટા રાખતા નથી. આરટીઆઈ એક્ટ દ્વારા આ માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

અન્ય એક અહેવાલ મુજબ, જુલાઈ 2019 માં, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, 23 આઇઆઇટીમાં 6,043 ફેકલ્ટી સભ્યોમાંથી માત્ર 2.5 ટકા એસસી અને 0.34 ટકા એસટી હતા. એસસી માટે 15 ટકા અને એસટીમાટે 7.5 ટકા બેઠકો અનામત છે.

આઇઆઇટી-મુંબઈમાં, 684 ફેકલ્ટીમાંથી માત્ર છ (0.9 ટકા) એસસી, એક (0.1 ટકા) એસટી અને 10 (1.5 ટકા ) ઓબીસી હતા. આઇઆઇટી-ચેન્નઈમાં, 596 ફેકલ્ટી સભ્યોમાંથી, 16 (2.7 ટકા) એસસી, ત્રણ (0.5 ટકા) એસટી અને 62 (10.4 ટકા) ઓબીસી હતા.

સુપ્રીમ કોર્ટે 2020ની શરૂઆતમાં ચુકાદો આપ્યો હતો કે બંધારણની કલમ 16(4) અને 16(4A) હેઠળ નિમણૂક અને પ્રમોશનમાં આરક્ષણનો કોઈ મૂળભૂત અધિકાર નથી, કલમ 16(1) અને 16(2) નાગરિકોને નોકરીની તક અથવા કોઈપણ સરકારી કચેરીમાં નિમણૂકમાં સમાનતાની ખાતરી આપે છે.

ઉપરાંત, કલમ 15(1) સામાન્ય રીતે ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે કોઈપણ પ્રકારનાં ભેદભાવ પર પ્રતિબંધ મુકે છે.

વધુમાં, કલમ 29(2) મુજબ સરકાર દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ તથા સરકારી સહાયમાં ધર્મ, જાતિ, જાતિ વગેરેના ભેદભાવ રાખી શકાતો નથી.આ કાયદાઓ હોવા છતાં જાતિ -જાહેર સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ ખૂબ જ પ્રબળ છે.તેને ઘટાડવા કેટલાક પગલાં લેવા જોઇએ.

પહેલું તો એ કે ઇન્ટરવ્યુ પેનલના સભ્યો સમક્ષ ઉમેદવારોની જાતિ જાહેર કરવી જોઈએ નહીં. કેટલાક નિષ્ણાતો કહે છે કે કે ‘ઉચ્ચ’ જાતિના ઈન્ટરવ્યુ લેનારાઓ મોટે ભાગે અનામત કેટેગરીના ઉમેદવારોને ઓછા માર્ક્સ આપવાનું વલણ ધરાવતા હોય છે એમ કહીને કે પસંદગી માટે બહુ ઊંચા માર્ક્સની જરૂર નથી.જો ઇન્ટવ્યુ લેનારને ઉમેદવાર કઇ જાતિનો છે તેની ખબર જ ન હોય તો આવો ભેદભાવ ઘટી શકે છે.

બીજું, ઈન્ટરવ્યુ પેનલમાં આરક્ષિત કેટેગરીના નિરીક્ષકો સંસ્થાની બહારના હોવા જોઈએ અને તેઓ ઈન્ટરવ્યુમાં વધુ બોલે તે જરુરી છે. ત્રીજી બાબત એ કે સિલેકશનમાં યોગ્ય ઉમેદવાર મળ્યા નથી તે કારણ એકથી વધુ વખત આપી ન શકાય તે પણ ફરજિયાત કરવું જોઇએ.

Your email address will not be published.