હરિધામ સોખડા વિવાદના સમાધાનની બેઠકમાં પ્રબોધ સ્વામી ગેરહાજર અને પ્રેમસ્વરૂપ સ્વામી હાજર

| Updated: May 25, 2022 3:52 pm

વડોદરાઃ વડોદરાના હરિધામ સોખડામાં ચાલતા વિવાદમાં વિવાદનું સમાધાન લાવવા માટે ગુજરાત હાઇકોર્ટના નેજા હેઠળ ત્રીજી બેઠક મળી છે. જો કે આ બેઠકમાં પ્રબોધ અને પ્રેમસ્વરૂપ સામી ગેરહાજર છે. બોમ્બે હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એમ. શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. આ બેઠકમાં પ્રબોધ અને પ્રેમસ્વરૂપ સ્વામી ગેરહાજર છે, પરંતુ તેમના જૂથના સંતો અને વકીલો હાજર છે. આ ઉપરાંત પ્રેમસ્વરૂપ સ્વામી અને સંતો હાજર છે.

હરિધામ સોખડાના વિવાદમાં આ ત્રીજી બેઠક છે. પહેલી બેઠક મળી ત્યારે બંને પક્ષોએ સમાધાનની તૈયારી દાખવી હતી. તેની સાથે બંને પક્ષો દ્વારા આશ્રમમાં શાંતિ સ્થપાય અને પહેલાના જેવું વાતાવરણ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરાયા છે.

હાલમાં હરિધામ સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સોખડા હરિધામ મંદિરની ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીએ ગેરકાયદેસર રીતે સાધુસંતો અને હરિભક્તોને ગોંધી રાખ્યાના આરોપ સાથે હેબિયસ કોર્પ્સની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. તેના પછી હાઇકોર્ટ દ્વારા વચગાળાનો હુકમ આપીને બંને પક્ષ દ્વારા સમાધાન માટે હકારાત્મક વલણ અપનાવવા કહેવાયું હતું.

આ અગાઉ સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં 9મી મેના રોજ પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં બેઠક મળી હતી. બેઠકમાં પ્રબોધ સ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. પ્રબોધ સ્વામીએ મૂકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ સ્વીકારવાની તૈયારી દાખવી હતી. પ્રબોધ સ્વામીએ મૂકેલી શરતોમાં જે પગલાં ટ્રસ્ટ દ્વારા લેવાયા છે તે પાછા ખેંચાય અને સ્ટેટસ ક્વો યથાવત્ રાખવામાં આવે તેમ જણાવાયું હતું.

તેના પછી 12મી મેના રોજ બીજી બેઠક મળી હતી. બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ.એસ. શાહની અધ્યક્ષતામાં હાઇકોર્ટના મીડિયેશન રૂમમાં બેઠક થઈ હતી. બેઠકમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી સાથે જ સિનિયર વકીલો સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાય હાજર રહ્યા હતા. પ્રબોધસ્વામી તરફથી મળેલા સમાધાન અંગેના અનેક મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જો કે તેમા સમાધાન અંગે નિર્ણય ન થઈ શકતા 25મેના રોજ બેઠક યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Your email address will not be published.