લો બોલો હવે તો ભગવાનને પણ નડે છે મોંધવારી, અંબાજી મંદિરના પ્રસાદમાં ભાવ વધારો

| Updated: August 3, 2022 3:58 pm

ભગવાનના ધરે પણ હવે મોંધવારી નડી હોય તેવું જોવા મળી રહ્યું છે કેમકે અંબાજી માતા મંદિરમાં પ્રસાદીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.ટ્રસ્ટ દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે.મુખ્ય પ્રસાદ મોહનથાળ તરીકે આપવામાં આવે છે અને તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે આ પ્રસાદનું ખુબ માતમ છે કે લોકો દુર દુરથી આવતા હોય છે તે મોટી સંખ્યામાં લઇને જતા હોય છે.

મોંધવારીએ તો હવે માતાને મંદિરઓમાં પણ આવી ગઇ છે, મોંધવારીના કારણે હવે લોકો પિસાઇ રહ્યા છે. મોંઘવારી કે હવે કોઇને પણ મુક્યા નથી દરેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે હવે તો માતાના મંદિરમાં પણ મોંધવારી નડશે

દેશમાં હવે સ્થિતિ એવી થઇ ચુકી છે કે, સામાન્ય માણસને જ નહી પરંતુ ભગવાનને પણ મોંઘવારી નડી રહી છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને દેશના શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ અંબાજી માતા મંદિરને પણ મોંઘવારી નડી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદીની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજીમાતાના પ્રખ્યાત પ્રસાદ મોહનથાળની કિંમતમાં વધારો કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસાદ પોતાની આગવી ઓળખ ધરાવે છે.

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી પરંતુ હવે તો ભક્તિ અને ભાવ પણ મોંધા થયા છે

નવો ભાવની વાત કરવામાં આવે તો

નાના પેકેટ 18 રૂપિયા થઇ ગયા જે પહેલા 15 રૂપિયા હતા.મીડિયમ પેકેટ 28 રૂપિયા હતા પહેલા 25 રૂપિયા હતા.
મોટાં પેકેટ 52 રૂપિયા હતા અને પહેલા 50 રૂપિયા હતા

Your email address will not be published.