પ્રશાંત કિશોર કોંગ્રેસના ટોચના નેતાઓને મળ્યા; રાજ્યો, પ્રાદેશિક સહયોગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

| Updated: April 17, 2022 8:47 am

શનિવારના રોજ કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ સાથે આશરે સાડા ત્રણ કલાક લાંબી બેઠક બાદ, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર વર્ષ 2024ની આગામી સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ સાથે કામ કરે તેવી અપેક્ષા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીકેએ મીટિંગમાં અભિપ્રાય આપ્યો હતો કે કોંગ્રેસે અર્થહીન બેઠકોમાં પાર્ટીનો સમય અને સંસાધનોનું રોકાણ કરવાને બદલે તેમના ગઢ અને મહત્વપૂર્ણ સંસદીય ક્ષેત્રો પર જ લડવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ તરફ ધ્યાન દોરતા, પીકેએ સૂચવ્યું કે વિપક્ષે રાજ્યો અને પ્રાદેશિક સહયોગીઓને કેન્દ્રમાં રાખવા જોઈએ કારણ કે બંને રાજ્યોમાં નજીકની લડાઈ છતાં અંતિમ પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું. બંને પક્ષો, કોંગ્રેસ અને ભાજપ પાસે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની ચૂંટણીઓ માટે મજબૂત નરેટિવનો અભાવ હતો અને તે જ મુખ્ય મુદ્દો છે જેની પર કોંગ્રેસે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ,  એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, અંબિકા સોની અને અજય માકન હાજર રહ્યા હતા. પીકેએ તેમની પ્રેસેન્ટેશનના અંતમાં ઉપસ્થિત આગેવાનોને તેમની પ્રેસેન્ટેશન અંગે વિચારણા કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે આગામી દિવસોમાં ફરી એકવાર બેઠકનું આયોજન કરવામાં આવશે.

ભૂતકાળમાં, પ્રશાંત કિશોરે વર્ષ 2019માં આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ, વર્ષ 2020માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને વર્ષ 2021માં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણીની વિજયી રણનીતિ બનાવી હતી.  

Your email address will not be published.