પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય, સોનિયા ગાંધીની ઓફર નકારી

| Updated: April 26, 2022 4:22 pm

પ્રશાંત કિશોર(Prashant Kishor) કોંગ્રેસમાં જોડાયા નથી: પ્રશાંત કિશોરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની કોંગ્રેસના સશક્ત જૂથમાં જોડાવાની ઓફર ઠુકરાવી દીધી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ જાણકારી આપી છે. સુરજેવાલાએ ટ્વીટ કર્યું, “પ્રશાંત કિશોર (Prashant Kishor)સાથે અનેક રાઉન્ડની વાતચીત અને રજૂઆતો પછી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024ની ચૂંટણી માટે એક સશક્ત જૂથની રચના કરવામાં આવી છે. પ્રશાંત કિશોરને પણ આ જ જૂથમાં જોડાવા અને જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો.

આખરે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર(Prashant Kishor) કોંગ્રેસમાં જોડાય તેવી અટકળોનો અંત આવ્યો છે. પ્રશાંત કિશોરે (Prashant Kishor)કોંગ્રેસમાં જોડાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કરાયેલી ઓફરને ફગાવી દીધી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પોતે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, “પ્રશાંત કિશોર સાથે અનેક રાઉન્ડની વાતચીત અને રજૂઆતો પછી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024ની ચૂંટણી માટે એક સશક્ત જૂથની રચના કરવામાં આવી છે. પ્રશાંત કિશોરને પણ આ જ જૂથમાં જોડાવા અને જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.

Your email address will not be published.