PMના આગમન પહેલા મહિલા કોર્પોરેટરને કરાયા નજર કેદ

| Updated: April 18, 2022 6:21 pm

જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનને રજૂઆત કરે તે પૂર્વે વોર્ડ નં.4ના કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાના જિલ્લા પોલીસવડાના સ્ટાફ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા છે.

જામનગરમાં અતિવૃષ્ટિના કારણે લોકોને થયેલ નુકસાનની સહાય ચૂકવવા વોર્ડ નં.4માં પ્રાઇવેટ સોસાયટીઓમાં બિલ્ડરો દ્વારા રોડ રસ્તા લાઇટ અને પાણીની સુવિધા આપવામાં આવી ન હોય, આયુર્વેદ યુનિ.માં ફરજ બજાવતાં 53 સિકયુરીટી ગાર્ડને નોટીસ વગર છૂટા કરવા તેમજ કોરોનામાં મૃત્યુ પામેલાં લોકોના વારસદારોને સહાય આપવા સહિતના પ્રશ્ર્ને કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવે તે પૂર્વે પોલીસ દ્વારા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને નજરકેદ કરવામાં આવ્યા છે.

કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા સાંસદ પૂનમ માડમના કાકાની દીકરી થાય છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કોર્ટ રચનાના ભાજપ છોડી અને કોંગ્રેસમાં સામેલ થયા છે ખાસ કરીને રોડ રસ્તા પાણી અને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવાની કોર્પોરેટર રચનાને કરી હતી. માંગ જેના કારણે જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી સહિતની ટીમો કોર્પોરેટર રચના નંદાણીયાના ઘર પાસે ગોઠવવામાં આવી છે અને મહિલા કોર્પોરેટરને નજર કેદ કરવામાં આવી છે.

કોર્પોરેટર રચના નંદાણીયા વોર્ડ નંબર ચારમાં કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. હંમેશા નાના અને ગરીબ માણસોનો અવાજ ઉઠાવવામાં કોર્પોરેટર રચના નંદાણીયા આગળ હોય છે. જોકે થોડા સમય પહેલાં જ મોંઘવારીના ચાલુ કાર્યક્રમમાં કોર્પોરેટર રચના નંદાણીયા ઘેનની ગોળીઓ પી લીધી હતી. જેના કારણે તેમને જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આમ કોર્પોરેટર રચના નંદાણીયા અવાર નવાર ચર્ચામાં રહે છે.

Your email address will not be published.