આગામી તારીખ 18,19 અને 20 એપ્રિલ ત્રણ દિવસ માટે સરસાણા સેન્ટર ખાતે સ્માર્ટ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ ઈવેન્ટ માટે સુરત (Surat)મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.100 શહેરના 700થી પણ વધારે ડેલીગેટ્સ સુરત (Surat)શહેરમાં આવવાના હોવાથી સુરત શહેરની સારી છબી ઉપસેએ માટે તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સુરત(Surat) શહેર જે સતત ત્રણ વર્ષથી સ્માર્ટ સટીમાં પ્રથમ નંબરે આવી રહ્યું છે તેની સ્માર્ટનેસ બતાવવા માટે ટેક્નોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.સ્માર્ટ સમિટમાં વિવિધ પેવેલિયન બનાવાયાં છે. જેમાં ખાસ ગુજરાતી કલ્ચરની ઓળખ થાય એ માટે ગુજરાતના ગામોના ચોરા અને તેની આસપાસ -શેરીઓ હોય તે રીતે મધ્ય ભાગમાં સર્કલ બનવાશે. જ્યાં બેસીને ચર્ચા-વિચારણા કરી શકે તેવી વ્યવસ્થા હશે. તેમજ તેની આજુબાજુમાં હોય એ રીતે વિવિધ પેવેલિયનો બનાવવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા આ સ્માર્ટ સિટી સમિટમાં એક ખાસ રોબોટ પણ મૂકવામાં આવશે. જે લાઈવ સમગ્ર ઈવેન્ટમાં ફરશે અને લોકોને કોરોના તેમજ ઈવેન્ટ વિશેની માહિતી આપશે.
સુરતના (Surat)મેયર અસ્મિતાબેન બોધાવાલાએ જણાવ્યું હતું સુરત શહેર એક એવું શહેર છે હમેશા વિકાસની હરોળમાં અગ્રેસર રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષ થી સુરત (Surat)શહેર સ્માર્ટ સિટીમાં પ્રથમ નંબર આવી રહ્યો છે ત્યારે આ વર્ષે પણ સુરત(Surat) બાજી મારશે તો પણ નવાઈ ન કહેવાય.હાલ તો માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે તંત્ર દ્વારા પુર જોશમાં તૈયારીઓ ચાલુ રહી છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )