રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

| Updated: April 9, 2022 11:47 am

વડોદરા, તા.૯ એપ્રિલ, ૨૦૨૨ (શનિવાર) ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્મા પૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, વડોદરા મેયર કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી ડૉ શમશેર સિંઘ, કલેકટરશ્રી અતુલ ગોર દ્વારા પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર (નર્મદા) ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.

Your email address will not be published.