પહેલી તારીખે જ ભાવ વધારાનો ડામઃ જાણો પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ કેટલા વધ્યા

| Updated: October 1, 2021 3:19 pm

પહેલી ઓક્ટોબરે ગ્રાહકોને સરકારે ભાવ વધારાનો આંચકો આપ્યો છે. આજથી પેટ્રોલ, ડીઝલ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 22થી 30 પૈસા પ્રતિ લિટરનો વધારો થતા તેનો ભાવ અત્યાર સુધીની ટોચે પહોંચ્યો છે.

ડીઝલમાં લિટર દીઠ 29થી 32 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબામાં વપરાતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 43 રૂપિયા વધ્યો છે. ઘર વપરાશના બાટલાનો ભાવ યથાવત છે.

હવે ભાવવધારાનો આગામી ડોઝ સીએનજી અને પીએનજીમાં આવે તેવી અટકળો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયામાં માત્ર 11 પૈસા ઓછો છે જ્યારે ડીઝલનો ભાવ 90 રૂપિયા છે. આગામી દિવસોમાં આ ભાવવધારાની અસર ફૂગાવાના દર પર ચોક્કસ જોવા મળશે.

હાલમાં બિહાર, કાશ્મીર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશામાં પેટ્રોલનો ભાવ લિટરે 100 રૂપિયાને પાર કરી ગયો છે. કોમર્શિયલ ગેસમાં થયેલા ભાવ વધારાના પગલે દિલ્હીમાં બાટલાનો ભાવ 1693 રૂપિયાથી વધીને સીધો 1736 રૂપિયા થઈ ગયો છે. આ બાટલો 19 કિલોના વજનનો હોય છે.

Your email address will not be published. Required fields are marked *