મોંધવારીનો માર થાળી સુધી, તેલ-દૂધ બાદ દાળના ભાવમાં વધારો

| Updated: April 6, 2022 1:28 pm

મોંધવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.પ્રટ્રોલ અને ડિઝલના ભાવોમાં પણ રોજ વધારો થઇ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે.

આજ સવારથી દાળ અને કઠોળના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે લોકોની રોજબરોજરોની ચિજ-વસ્તુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો જેના કારણે અનેક લોકોના બજેટ ખોરવાઇ ગયા જોવા મળી રહ્યા છે.દાળની માંગ વધતાની સાથે તેના ભાવમાં વધારો જોવા મળ્યા હોવાનું તારણ નિકળી રહ્યું છે.

dal price hike : દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે

પેટ્રોલ-ડીઝલ, CNG અને લીંબુ બાદ હવે દાળ-કઠોળના ભાવમાં વધારો નોંધાયો છે.હવે સામાન્ય લોકોને બસ અચ્છે દિનની રાહ જ જોવાની છે બાકી હાલતો મોંધવારીના દિવસોમાં જ પ્રસાર કરવાનો વારો આવ્યો,દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે

તો પેટ્રોલ બાદ ડીઝલની કિંમત પણ 100 રૂપિયા થઈ ગઇ છે અને હજુ પણ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ભારતમાં ખેતી વધારે કરવામાં આવે છે અને આમ છતા પણ મોંધવારી ખેતપેદાશોમાં નડી રહી છે.

રસોડામાં બનતા દાળ અને કઠોળ મોંઘા થવા લાગ્યાં છે એટલે કે હવે ભોજનના પણ ભાવો વધી રહ્યા છે શાકભાજી લીંબુના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ખાવાની થાળી જાણે મોંધી બની રહી છે.

ખાસ કરીને સ્કૂલ-કોલેજો અને હોસ્ટેલો ખૂલવાથી અને બીજી બાજુ કોરોના ઓછો થવાના કારણે પ્રવાસન વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે.

તેમજ પ્રવાસન વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે. સાથે જ કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે તેથી ઉત્પાદનમાં ઘટાડો થયો અને ભાવમાં વધારો થયો હોવાનું તારણ મળી રહ્યું છે.
15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થવાનું જણાઇ રહ્યું છે આ સાથે તુવેરના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તુવેર, અડદની ખેતીમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે અને જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.

તો તુવેર, અડદની ખેતીમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાને લીધે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ સાથે અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Your email address will not be published.