ગુજરાતનું ગૌરવ: બેડમિન્ટનમાં પ્રથમ રેન્ક મેળવનાર ભારતીય પ્રથમ મહિલા તસનીમ મીર

| Updated: January 13, 2022 3:15 pm

ભારતની સાથે ગુજરાતમાં પણ ખેલજગતને લઇને સારા સમાચારો આવી રહ્યા છે તે ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય.ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે(Tasneem Mir) સમગ્ર વિશ્વમાં ભારત સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

તસનીમ મીરએ (Tasneem Mir) ગુજરાત સાથે મહેસાણાનું નામ પણ રોશન કર્યું છે અને માતા-પિતાની આશાઓ પર ઉદાન મેળવી છે.મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે (Tasneem Mir) આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

તસનીમ મીર મહેસાણાના પોલીસકર્મીની દિકરી છે અને તેમણે એ કરી આપ્યું કે જે સિંધુ અને સાઈના ના કરી શક્યા તે મહેસાણા પોલીસના ASIની દીકરીએ કરી બતાવ્યું છે.અને આમ તસનીમ મીર (Tasneem Mir) ભારતની પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે આ વાત પર તેમના માતા-પિતા સાથે આખા ભારતને ગર્વ થઇ રહ્યો છે.

બુધવારના રોજ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તરફથી અંડર 19 માટે રેન્કિંગની જાહેરાત કરાઇ હતી અને જેમાં તસનીમ (Tasneem Mir) 10,810 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર જોવા મળી હતી.

તસનીમે (Tasneem Mir) વર્ષ 2017માં ફુલેલા ગોપીચંદએ તાલીમ શરૂ કરી હતી રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાથી તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સાથે મહત્વની વાત તો એ છે કે સાઈના નેહવાલ અને પીવી સિંધુ પર આ સિદ્ધી હાસલ નહોતા કરી શક્યા તે તસનીમ મીર કરી બતાવયું હતું.

Your email address will not be published.