વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

| Updated: May 28, 2022 6:37 pm

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય કાર્યક્રમમાં તેઓ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહર્તથી માંડી લોકાર્પણ કરવાના છે અને સવારે વાગ્યે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કે.ડી.પીનું લોકાર્પણ પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં IFFCO, કલોલ ખાતે ઉત્પાદિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. યુરિયા નેનો પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું કે યુરિયાની બોરીમાં રહેલી વીજળીને હવે બોટલમાં સંકુચિત કરી દેવામાં આવી છે. કલ્પના કરો કે પરિવહન ખર્ચમાં કેટલો ઘટાડો થશે અને નાના ખેડૂતોને ફાયદો થશે.

પીએમ મોદીનું સંબોધન…

ખેડૂતોના હિતમાં જે કઈ પણ છે એ કરીશું

યુરિયાની એક બેગ 3500 માં પડે છે જે આપણે 300 માં આપીએ છીએ 3200 રૂપિયાની સબસિડી ખેડૂતોને સરકાર આપે છે.

ગુજરાતનો ખેડૂત પ્રગતિસિલ છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને અભિનંદન.

વિદેશથી આવતા યુરિયા પરનું ભારણ પણ ઘટસે

નેનો યુરિયાનો ખર્ચ ઘટસે ખેડૂતો ને લાભ થશે

ખાતર ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરતો દુનિયાનો બીજો દેશ છે

ડેરી સેક્ટર ઝડપથી વધી રહ્યું છે, ગ્રામીણ અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યું છે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત એક દિવસમાં 8 લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે. ઘઉં અને ચોખાના બજારને જોડીએ તો પણ દૂધ ઉત્પાદન કરતાં ઓછું છે. ભારત 1 વર્ષ માં 8 લાખ કરોડ લિટર દૂધનું ઉત્પાદન કરે છે
સહકારી ક્ષેત્રો માં બહેનોની ભૂમિકા છેતેમણે કહ્યું કે ડેરી સેક્ટરના સહકારી મોડલનું ઉદાહરણ આપણી સામે છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે. ભારત દૂધનો દુનિયાનો સૌથી મોટો દેશ ઉત્પાદક છે.ડેરી સેક્ટર છેલ્લા વર્ષોમાં ઝડપથી વિકસી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રમાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે.હવે બધી ડીસાઓમાં ડેરીઓ વિકસિત થઈ રહી છે.એક સમયે ભારતમાં ડેરી બનવા પર પ્રતિબંધ હતો.

પીએમ મોદીએ કહ્યું કે ગામની આત્મનિર્ભરતા માટે સહકાર પણ એક મોટું માધ્યમ છે. તેમાં આત્મનિર્ભર ભારતની ઉર્જા છે. આત્મનિર્ભરતામાં ભારતની ઘણી સમસ્યાઓનો ઉકેલ છે અને આત્મનિર્ભરતાનું એક મહાન મોડેલ સહકારી છે. અમે ગુજરાતમાં ખૂબ જ સફળતા સાથે આનો અનુભવ કર્યો છે અને તમે બધા મિત્રો આ સફળતાના લડવૈયા છો. PM એ કહ્યું કે ગુજરાત પણ ભાગ્યશાળી છે કારણ કે અમને અહીં આદરણીય બાપુ અને સરદાર સાહેબનું નેતૃત્વ મળ્યું. આદરણીય બાપુએ બતાવેલા આત્મબળના માર્ગે સહકારથી નીચે લાવવાનું કામ સરદાર સાહેબે કર્યું. 

Your email address will not be published.