વડાપ્રધાન મોદીએ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો

| Updated: April 18, 2022 8:25 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાતના તેમના આગમનને આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા જ્યા તેમણે વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા.

પોતાની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે તેને PMએ નવું નામ આપ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે પોતાની ત્રણ દિવસની ગુજરાત મુલાકાતને પગલે આજે આજે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન દ્વારા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ લગભગ 3:30 કલાકે જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 19 એપ્રિલે રાત્રે ગાંધીનગર રાજભવનમાં રાત્રિરોકાણ કર્યા બાદ 20 એપ્રિલના રોજ પીએમ મોદી મહાત્મા મંદિરમાં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરશે. ત્યાર બાદ તેઓ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધિત કર્યા બાદ અમદાવાદ પરત ફરી રાત્રે જ દિલ્હી જવા રવાના થશે.

Your email address will not be published.