વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારસીઓ પ્રત્યે વિશેષ સન્માનઃ જાણો કોને મળ્યું મોદીની સભામાં હાજર રહેવાનું નિમંત્રણ

| Updated: June 17, 2022 1:01 pm

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારસી સમાજ પ્રત્યે વિશેષ સન્માન છે. ભારતના વિકાસમાં પારસીઓએ આપેલા ફાળાથી ખૂબ જ અભિભૂત છે. તેઓ પોતે માને છે કે આટલો નાનો સમાજ અને દેશના વિકાસમાં આટલો અભૂતપૂર્વ ફાળો. આ ઉપરાંત પારસીઓની ઓછી વસ્તીને લઈને હંમેશા ચિંતિત પણ રહ્યા છે, આ શબ્દો છે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર નેવિલ વાડિયાના.

વાઘોડિયા રોડ પરના ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પારસી વૃદ્ધ નેવિલ વાડિયા વડાપ્રધાન મોદીને શહેરમાં યોજાનારી સભા દરમિયાન મળશે. તેમણે જણાવ્યું હતું કે મારા માટે આ ગૌરવ અને આશ્ચર્ય બંને છે. વડાપ્રધાન મોદી સીએમ હતા ત્યારે હું તેમને મળ્યો હતો તે તેમને હજી પણ યાદ છે. હું તેમની યાદશક્તિ અને હકારાત્મક વલણની પ્રશંસા કરુ છું. હું આવતીકાલે તેમને ચોક્કસ મળીશ. વડાપ્રધાન મોદીની આવતીકાલે વડોદરા ખાતે થનારી સભામાં શહેરમાંથી 20 જણને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાથી નેવિલ વાડિયા એક છે.

આ પણ વાંચોઃ કોરોના પછી સ્વરોજગાર કરનારાઓના જીવનમાં પ્રાણ ફૂંકતી પીએમ સ્વનિધિ યોજના

વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા ક્રિકેટના બેહદ શોખીન નેવિલ વાડિયાએ 2009માં માંજલપુરમાં સીતાબાગ ગ્રાઉન્ડમાં 64 વર્ષની ઉંમરે 105 રનનો સ્કોર કર્યો હતો. વિશ્વમાં આ અનોખી સિદ્ધિ બદલ તેમને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ આવ્યા પછી આવતીકાલે વડોદરા આવશે. તેઓ વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે સભા કરશે.

તેમણે વડોદરામાં સભા કરવા દરમિયાન સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન નજીકના વ્યક્તિઓ યાદ કર્યા છે. પીએમઓથી શહેરના 20 વ્યક્તિઓને હાજર રહેવા ફોન કરવામાં આવ્યા છે. પીએમ મોદીના આદેશના પગલે 20 વ્યક્તિઓને શનિવારે બપોરે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ ખાસ પીએમઓમાંથી આવ્યું છે.

વડાપ્રધાન મોદી સભાના સ્થળ પર જ તેમની સાથે સંવાદ કરવાના છે. આ વ્યક્તિઓએ મોદી સીએમ હતા ત્યારે તેમની નિકટ રહી હોવાનું મનાય છે. મોદીએ સીએમ હતા ત્યારે વડોદરા અંગે વિવિધ બાબતોની માહિતી તેઓની પાસેથી મેળવી હતી. પણ આટલા વર્ષો પછી પણ મોદીએ તેમને યાદ રાખ્યા તેઓનું તેમને આશ્ચર્ય હતુ. સામાન્ય રીતે ટોચ પર પહોંચ્યા પછી તેમને ટોચ પર પહોંચવામાં મદદ કરનારાઓને વિસારે પાડી દેવામાં આવે છે. પણ મોદીનું તેનાથી વિપરીત છે. તેઓએ તેમની દરેક સીડીના પગથિયાને યાદ રાખ્યા છે એમ લોકો માને છે. તેઓ આજે પણ પહેલા જેવી જ ઉષ્માથી મળે છે.

Your email address will not be published.