અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીનો આપઘાત

| Updated: July 21, 2021 1:13 pm

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીએ વહેલી પરોઢે આપઘાત કર્યો છે. જયમીન પટેલ નામનો વ્યક્તિ કાચા કામનો કેદી હતો. જયમીન પટેલે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ જેલમાં અવારનવાર કાચા તથા પાકા કેદી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જયમીન પટેલની વર્ષ 2020માં ગેંગરેપ કેસમાં એક બિલ્ડર સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ચાર આરોપી પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ,જીજ્ઞેશ ગોસ્વામી અને જયમીન પટેલનું પણ નામ તેમાં સામેલ હતું. જયમીન પટેલ સહિત ત્રણ વ્યક્તિઓએ કારની અંદર યુવતી પર રેપ કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી ચારેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

આપઘાત કરનાર કાચા કામનો કેદી જયમીન પટેલ

જયમીન પટેલ સેન્ટ્રલ જેલની અંદર 200 નંબરની બેરકમાં રહેતો હતો અને કાચા કામ કરતો હતો. પરોઢિયે સવારે પોતાની બેરકની અંદર જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામ્યો છે. જેલના અધિકારીઓને ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા અને તેમણે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે.

Your email address will not be published.