વાલ્મીકિ રામાયણને ગુજરાતીમાં ઉતારવાની તપશ્ચર્યા કરનારા આ શખ્સિયતને જાણો

| Updated: May 14, 2022 6:51 pm

ગુજરાતમાં લગભગ દરેક ગુજરાતીઓના ઘરે રામાયણ, મહાભારત અને ગીતાના પુસ્તક છે. પણ વાસ્તવમાં તેમાની મોટાભાગની કૃતિઓ તે મૂળ વાલ્મીકિ રામાયણ કૃતિ નથી. આ વાત ગુજરાતના જાણીતા વિદ્વાન વિજય પંડ્યાને થોડી ખટકતી હતી. તેના પગલે તેમણે વાલ્મીકિ રામાયણને છે તે જ સ્વરૂપમાં ગુજરાતીમાં ઉતારવાનું બીડું ઝડપ્યુ. તેમણે 62 વર્ષની વયે આ કાર્ય શરૂ કર્યુ અને 16 વર્ષની તપશ્ચર્યા પછી 78 વર્ષની વયે આ કામ પૂરુ કર્યુ. 2006માં શરૂ થયેલું આ કામ ડિસેમ્બર 2020માં પૂરુ થયું. તેમણે અનુવાદનનું આ કાર્ય એક તપસ્વી તરીકે શરૂ કર્યુ અને સતત 16 વર્ષ સુધી આ કાર્ય પાછળ તપશ્ચર્યા કરી. જીવનની સંધ્યા સમયે આ પ્રકારનું બીડું ઉઠાવવું જેવી તેવી વાત નથી, પણ વાલ્મીકિ રચિત રામાયણ પ્રતિ લગાવ અને તેમના પ્રેમ તથા સમર્પણ તથા ગુજરાતીઓને વાલ્મીકિ રામાયણ તે જ મહાકાવ્યના સ્વરૂપમાં જાણવા મળે તેવી પ્રબળ ઇચ્છાએ તેમને આ કાર્ય પૂરુ કરાવ્યું.

સમગ્ર વિશ્વમાં જુદી-જુદી ભાષાઓમાં હજારો રામાયણ છે. રામાયણને જુદી-જુદી રીતે લખવામાં આવી છે, પરંતુ મૂળ રામાયણ તો મહર્ષિ વાલ્મીકિની રામાયણ જ મનાય છે. વિજય પંડ્યાનું માનવું છે કે લોકોને વાલ્મીકિ રામાયણ પ્રત્યે ખાસ રસ નથી. લોકોએ રામાયણના બીજા અંશોને જેટલું મહત્વ આપ્યું છે તેટલું મહત્વ રામાયણને આપ્યું નથી.

મહારાજા સયાજીરાવ (એમએસ) ગાયકવાડ યુનિવર્સિટીએ વર્ષો પહેલા ઓરિએન્ટલ સંસ્થા (વડોદરા)માં વિશ્વભરના સંસ્કૃત અને રામાયણ નિષ્ણાતોને એકત્રિત કર્યા હતા. વિશ્વના ખુણે-ખુણેથી રામાયણની પાંડુલિપીઓ મેળવી હતી. નિષ્ણાતોએ આ બધી પાંડુલિપીઓનો તલસ્પર્શી અને સાવધાનીપૂર્વક અભ્યાસ કર્યો. દરેક કાવ્ય-ઘટનાને તર્કની દ્રષ્ટિએ જોઈ અને કુલ 6,000 શ્લોકોમાંથી 200 શ્લોકો રદ કરી દીધા, આમ સાત કાંડનો સમાવેશ કરતી કુલ 18,605 શ્લોકવાળી મહર્ષિ વાલ્મીકિ દ્વારા લિખિત રામાયણનું એક સંશોધિત સંસ્કરણ મળ્યું. વિજયભાઈ મહર્ષિ વાલ્મીકિના રામાયણના ભાષાંતરનું કાર્ય કરતી વખતના અનુભવો અંગે વાત કરતા આનંદ અને ગર્વની ભાવના અનુભવે છે.

વિજયભાઈ પંડ્યા

તેમનું કહેવું છે કે પૂનાના ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે મહાભારતનું એક સંશોધિત સંસ્કરણ તૈયાર કરવાનું કામ શરૂ કર્યુ અને આ કામને કુશળતાપૂર્વક પૂરું કર્યુ. આ રીતે રામાયણનું કામ વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરમાં શરૂ થયુ અને લગભગ પાંચ વર્ષ દરમિયાન 12 જુદા-જુદા અંશ (બધુ મળીને સાત કાંડ) પ્રકાશિત થયા. મેં પહેલી વખત 2006માં સુંદર કાંડનો અનુવાદ કર્યો અને પછી અયોધ્યાકાંડનો અનુવાદ કર્યો. મને સંસ્કૃત સેમિનારો અને અન્ય કારણોથી ભારતના જુદા-જુદા ભાગોનો પ્રવાસ ખેડવો પડ્યો છે. મેં તે તપાસ કરી કે શું વાલ્મીકિ રામાયણના સંશોધિત સંસ્કરણનું કોઈ ભારતીય ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે? હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ, પણ જવાબ મળ્યો નહી, કારણ કે તેનો બીજી કોઈ ભાષામાં અનુવાદ કરાયો ન હતો. ભગવાન શ્રી રામને મને આજ્ઞા આપી અને સંકેત આપ્યો કે મારે આ કામ કરવાનું છે અને મેં આ કામ સંભાળ્યુ. મને અનુવાદ કરવામાં ઘણો આનંદ આવ્યો. વાલ્મીકિ રામાયણ કવિતાની જેમ જ અત્યંત અદભુત, ગૌરવશાળી અને દિવ્ય છે કે હું શબ્દોમાં તેની સુંદરતા અને મહત્વને વ્યક્ત કરી શકતો નથી. એક કવિના રૂપમાં વાલ્મીકિ એક અત્યંત રચનાકાર છે. તેમનું વર્ણન સંમોહક, મનોરમણીય અને હૃદયસ્પર્શી છે. વનની પ્રકૃતિને પ્રતીકો દ્વારા વર્ણિત સીતાના શોકમાં શ્રીરામને જે દુઃખ થાય છે તે કરુણાત્મક છે.

અમદાવાદમાં બોપલમાં ઉપનિષદ નામના આવાસ પર અનેક પુસ્તકો સાથે સજેલા પુસ્તકાલયમાં બેસીને અનુવાદના કામની બાત કરતા વિજયભાઈ પ્રસન્ન થવાની સાથે ભાવવિભોર પણ થઈ જાય છે. તે કહે છે કે શાસ્ત્ર કહે છે કે શ્રીરામ દેહધર્મ છે. ભગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે હું સશસ્ત્રોમાં શ્રીરામ છુ. મહર્ષિ વાલ્મીકિ આદિ મહાકાવ્યના નિર્માતા અને રચનાકારોમાં પ્રથમ છે. સંસ્કૃતમાં પ્રથમ મહાકાવ્યની રચનાનો શ્રેય તેમની આ મહાનતાને જાય છે. વાલ્મીકિ રહસ્યવાદી છે, જે બ્રહ્મ શબ્દને જાણે છે. કવિ શબ્દ તેમણે રચેલી રામાયણના નિર્માણ પછી અસ્તિત્વમાં આવ્યો છે. આમ તે વિશ્વના પ્રથમ કવિ છે અને તેમણે જે રામાયણની રચના કરી તે વિશ્વનું પ્રથમ મહાકાવ્ય છે.

વિજયભાઈએ બધા સાંત કાંડ બલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, યુદ્ધ અને ઉત્તરાખંડના 18,605 શ્લોકોનું અનુવાદ કર્યુ છે. તેમા સુંદરકાડ 2006માં એક પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયો છે અને અયોધ્યા કાંડ 2012માં અમદાવાદ સ્થિત પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રસ્તાવના વગર પ્રકાશિત કરવામાં આવ્યો છે. અન્ય બધા કાંડને પણ પાર્શ્વ પ્રકાશન દ્વારા જ પ્રકાશિત કરવામાં આવશે. વિજયભાઈ પ્રત્યેક કાંડની પ્રસ્તાવના લખશે. તેમના જણાવ્યા મુજબ તેમને આમાં લગભગ એક વર્ષનો સમય લાગશે. તેમણે આ માટે 2021નું પૂરુ વર્ષ ફાળવ્યુ હતુ. હવે તેઓ ચાલુ વર્ષે 80 વર્ષના થશે અને આપણે તેમના દ્વારા ગુજરાતી ભાષામાં વાલ્મીકિ રામાયણના સંશોધિત સંસ્કરણના બધા કાંડ પ્રકાશિત સ્વરૂપમાં મેળવી શકીશું.

આ પણ વાંચો

અયોધ્યાની યાત્રા માટે રૂ. 5000ની સહાય આપીને ગુજરાતમાં આદિવાસીઓના ભગવાકરણની યોજના

વિજયભાઈ પંડ્યા સંસ્કૃતમાં એમ.એ. પીએચ.ડી છે. સોમનાથ સંસ્કૃત વિદ્યાલયે તેમને ડી.લિટની માનદ્ ઉપાધિ વડે નવાજ્યા છે. તે કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટી અમદાવાદમાં પ્રાધ્યાપક રહી ચૂક્યા છે. તેમણે કેટલાય વર્ષો સુધી ગુજરાત સાહિત્યભવનના ભાષા વિજ્ઞાન ભવનમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે યોગદાન આપ્યું. સંસ્કૃત ભાષા માટે તેમણે નોંધપાત્ર પ્રદાન આપ્યુ છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા તેમને સમ્માનિત કરાયા છે. તેમણે તેમનું સમગ્ર જીવન સંસ્કૃતને સમર્પિત કર્યુ છે.

વાઈબ્સ ઓફ ઇન્ડિયા ની સાથે વિજય ભાઈ પંડયા એ એમના અનુભવ વિષે વાત કરી જુઓ આ વિડીયો માં

Your email address will not be published.