ઈ-મેમો નહીં ભરનારા સામે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, 10 હજાર લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની નોટિસ ફટકારી

| Updated: June 17, 2022 4:52 pm

ગુજરાત હાઈકોર્ટે ઈ મેમો નહી ભરનારાઓ સામે લાલ આંખ કરી છે. ગ્રામ્ય કોર્ટે એક જ દિવસમાં 10 હજાર જેટલા લોકોને નોટિસ ફટકારી છે. આગામી 26 જૂનના રોજ લોક અદાલતમાં જે લોકોના ઈ મેમો બાકી છે તેવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. નવા વર્ષ 2022 જાન્યુઆરીથી અત્યારસુધી 90 હજાર જેટલા લોકોએ ઈ મેમો ભર્યા નથી.

ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું જે લોકો સરેઆમ ઉલ્લઘન કરે છે તેવા લોકો સામે ગુજરાત હાઈકોર્ટે કડક વણળ અપનાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા છે. રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’

રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાની સાથે મોટા ભાગના સગીરો ટુ-વ્હીલર વાહનો લઈને શાળાએ જતા થયા છે. જેને લઈને અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ સ્કૂલ અને કોલેજ પાસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી તેમજ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

જે ટ્રાફિક ડ્રાઈવમાં સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ-વ્હીલર હાંકતા ઝડપાશે તો તેની પાસેથી 2 હજારનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે ટુ-વ્હીલર કરતાં મોટું વાહન ચલાવતા ઝડપાશે તો રૂ.3 હજાર દંડ વસૂલવામાં આવશે. જ્યારે પ્રથમ વખત ડાર્ક ફિલ્મ લગાવેલી કાર ઝડપાશે તો 500 રૂપિયા અને બીજી વખત ઝડપાશે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે.

Your email address will not be published.