પ્રોફેશન: સ્ટે-એટ-હોમ ડોટર; કામ: રોજ ના 40 લાખ રૂપિયા ખર્ચવા

| Updated: July 7, 2022 9:44 am

રોમા અબ્દેસેલેમ પોતાને સિરિયસ જોબ સાથેની “પ્રોફેશનલ સ્ટે-એટ-હોમ ડોટર” કહે છે અને લક્ઝરી વસ્તુઓ ખરીદવા માટે તેના માતાપિતાના પૈસા ઉડાવે છે. 26 વર્ષીય આ યુવતી તેની આ “જોબ” પર રોજનાં આશરે 50,000 ડોલર (લગભગ ) ખર્ચી નાખે છે.

એબ્દેસલેમે હસતાં-હસતાં ધ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે, હું ઘરે રહેતી પુત્રી તરીકે (મારા માતાપિતાના) પૈસા ખર્ચવાની નોકરી કરું છું, અને તે મારા માટે ખૂબ જ મજાનું રહ્યું છે.

ન્યૂયોર્કની આ યુવતીએ તેના માતા-પિતા આજીવિકા માટે શું કરે છે તે જણાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેણે તેની શોપિંગની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એક દિવસ, બર્ગડોર્ફ્સ ગુડમેનની એક જ મુલાકાત દરમિયાન તેણે 50,000 ડોલરથી વધુ ખર્ચી નાખ્યા હતા.

એબ્ડેસેલમે એમ પણ જણાવ્યું હતું કે તેની આ નોકરીનાં કારણે તેના માતાપિતાએ તેને આર્થિક રીતે અલગ કરી નાખી છે, પરંતુ તેણે ઉમેર્યું હતું કે તેમના આર્થિક પ્રતિબંધો લાંબા સમય સુધી રહેતા નથી.

સોશિયલ મીડિયા પર લક્ઝરી આઇટમ્સ પર હજારોનો ખર્ચ કરતા તેના વીડિયોને દોઢ કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે.એબ્ડેસેલમે, જો કે, જણાવ્યું હતું કે તેની પોસ્ટ્સ પોતાનું જ અપમાન કરતી રમૂજવૃત્તિ દર્શાવવા માટે છે.

રોગચાળા પહેલા તે સ્કિનકેર લાઇન શરૂ કરવાની પણ યોજના બનાવી રહી હતી. હવે, હાઇ ફેશન બ્રાન્ડ્સ પર દરરોજ પૈસા ખર્ચવા ઉપરાંત, એબ્ડેસેલમ તેના માતાપિતાના એમેક્સ કાર્ડ્સ પર મોંઘા ફેશિયલ, ફિસ્ટ, પાઇલેટ્સ કલાસિસ, ફેશિયલ અને વેકેશન્સની મજા માણે છે.

એબ્ડેસેલમે વધુમાં જણાવ્યું હતું કે, હું સવારે ઉઠું છું, નાસ્તો કરું છું, વર્કઆઉટ (47,400 રૂપિયા) ક્લાસમાં જાઉં છું અને બર્ગડોર્ફમાં મારી ગર્લફ્રેન્ડ્સ સાથે શોપિંગ કરવા જાઉં છું અને બેરોજગાર તરીકે આ મારી જિંદગી છે.

Your email address will not be published.