બ્રિટેન+બોરિસ+બિઝનેસ: ગુજરાતમાં ચાર દિવસમાં ત્રણ વડાપ્રધાનના ઐતિહાસિક કાર્યક્રમો

| Updated: April 18, 2022 5:06 pm

ગુજરાતમાં આગામી સમયમાં બે દેશના પીએમ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. આ મુલાકાતો ખાસ રહેવાની છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી એમ બે મુખ્ય બાબતની ચર્ચા થશે. મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ સૌરાષ્ટ્રમાં આવશે જેમની સાથે પીએમ મોદી રોડ શો કરશે. ત્યારે બ્રિટનના પીએમ મધ્યા ગુજરાતમાં પધારશે. તેઓ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે.

આ અઠવાડિયામાં ત્રણ વડાપ્રધાનના કાર્યક્રમો યોજાશે. જેમાં પીએમ મોદી ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટ ખાતે આવશે અને ત્યા રાત્રિ રોકાણ કરશે. આ ઉપરાંત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. વડાપ્રધાન મોદી 19 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ઉપસ્થિત રહેશે.જયારે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન બોરિસ જોનસન 21 એપ્રિલ, ગુરુવારે અમદાવાદ આવશે.તેઓ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે તથા ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા કરશે.

ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવ્યા મુજબ, બ્રિટેન અને ભારત આ બન્ને દેશ વ્યાપારિક સંબંધો પર ઉંડાણ પૂર્વક ચર્ચા કરશે. જોનસનની ભારતયાત્રા માટે દેશના પાંચમા સૌથી મોટા રાજ્ય ગણાતા અને વેપાર માટે જાણીતા એવા ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે, એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બ્રિટનમાં રહેતા ભારતીયોમાં અડધા લોકો મૂળ ગુજરાતના છે.

બ્રિટન ભારતની સાથે વાર્ષિક વેપારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતિ સાધી ચૂક્યું છે. હવે અને 2035 સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે.

Your email address will not be published.