દારુ બંધી ફ્કત કાગળ પર, ગુજરાતમાંથી ચાલુ વર્ષે 4.80 કરોડનો દારુ પકડાયો, 225 કેસો એસએમસીએ કર્યા

| Updated: July 28, 2022 7:30 pm

દારુ બંધી ફ્કત કાગળ પર, ગુજરાતમાંથી ચાલુ વર્ષે 4.80 કરોડનો દારુ પકડાયો, 225 કેસો એસએમસીએ કર્યા

રાજ્યમાં દારુના અડ્ડા બેફામ, પોલીસે છ મહિનામાં 8.95 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ
આમ તો ગુજરાત રાજ્યમાં દારુ બંધી છે પરંતુ છ મહિનામાં રાજ્ય પોલીસ વડાનો સ્કવોર્ડ એટલે કે એસએમસી 4.80 કરોડથી વધુની કિંમતનો દારુ પકડી પાડે છે. દારુ સાથે તેમના વાહનો અને અન્ય મુદ્દામાલ જોઇએ તો કુલ 8.95 કરોડની મત્તા પોલીસે જાન્યુઆરીથી લઇ જુન સુધી એટલે કે છ મહિનામાં પકડી પાડી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાં દારુ બેફામ વેચાણ થઇ રહ્યો છે. અમદાવાદ શહેર, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરો સહિત જિલ્લાઓમાં દારુ વેચાણ થતું ન હોવાની પોલ સ્ટેટ મોનિટરીંગ સેલના આંકડા ખોલી રહ્યા છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તગત આવતા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં 225 કેસો કરવામાં આવ્યા છે. તેમાંથી 116 કેસ ક્વોલીટી કેસો કરવામાં આવ્યા છે. વર્ષ 2021ના છ મહિનાના આંકડા જોઇએ તો ફક્ત 125 કેસો કરવામા આવ્યા હતા અને ક્લોલીટી કેસો પણ ફ્ક્ત 72 થયા હતા. આમ છ મહિનાના જુન મહિનામાં 55 કેસો કરવામાં આવ્યા છે.


સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા છ મહિનામાં રાજ્યના શહેરો અને જિલ્લાઓમાંથી 4.80 કરોડથી વધુની કિંમતનો દારુ પકડી પાડ્યો હતો. બીજી તરફ દારુ સાથે વાહનો, મોબાઇલ અને અન્ય મુદ્દામાલ સાથે કુલ 8.95 કરોડનો મત્તા પકડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, અમુક રેડોમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની શંકાસ્પદ ભુમિકા હોવાના કારણે તેમને રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઓઢવમાં હપ્તો લેવા ગયેલા પોલીસકર્મીઓનો વિડીયો વાઇરલ, તપાસ સોંપાઈ


શહેરમાં પોલીસની રહેમનજર હેઠલ દારુ વેચાણ થતો હોવાનું નકારી શકાય તેમ નથી. તેવામાં એક વિડીયો વાઇરલ થયો હતો આ વિડીયો અંગે ડીસીપીએ ઇન્કવાયરી આપી હતી. આ વિડીયોમાં એએસઆઇ વિનોદભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ હોવાનું અધિકારીએ ઇન્કવાયરી દરમિયાન જણાવ્યું હતું. ઓઢવ પોલીસ સ્ટેશનની થ્રી ગાડી લઇ દેશી દારુના અડ્ડા પર તેઓ ગયા હતા. પોલીસ પોતાના હપ્તાના 1 હજાર માટે વારંવાર ધક્કા ખાશે તેમ જણાવતા હતા. મહિલા બુટલેગર જણાવતી હતી કે, ઓઢવ ડિવીઝનમાં તમારી એક જ ગાડીના માણસો કકળાટ કરે છે તમામ લોકો શાંતિથી આવી જતાં રહે છે. તમે જ આવી બુમાબુમ કરો છો. આમ ઓઢવ વિસ્તારમાં દારુના અડ્ડા પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યા હોવાનું સ્પષ્ટ પણ પૂરવાર થાય છે. જોકે અધિકારીએ પોતાનુ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યુ હતુ કે, આ વિડીયો લઠ્ઠાકાંડના 15 દિવસ પહેલાનો છે તેની તપાસ ચાલી રહી છે. જોકે ઓઢવ પોલીસ સ્ટેસનમાં સેટેલાઇટનો ડિસ્ટાફનો કોન્સ્ટેબલ સતત હાજર રહેતો હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.

બુટલેગરોને મોટે ભાગે પોલીસકર્મીઓનું ફાઇનાન્સ

શહેર સહિત જિલ્લાઓમાં દેશીના કે વિદેશી દારુના બુટલેગરોને દારુનો અડ્ડો ચાલુ કરવા માટે અનેક વખત પૈસા ન હોય તેવી સ્થિતી સર્જાતી હોય છે. તેવામાં બુટલેગરોને પણ દારુનો ધંધો કરવા માટે અમુક પોલીસકર્મીઓ ફાઇનાન્સ કરતા હોય છે. પૂર્વ વિસ્તારમાં આવા અનેક પોલીસકર્મીઓની પહેલા ઓફિસો પણ ધમધમતી હતી.

Your email address will not be published.