સુરત ભાજપ કાર્યાલય પર લાગ્યા ખાલીસ્તાન મુર્દાબાદના નારા

| Updated: May 2, 2022 5:34 pm

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં માર મરાયો હતો, જેના ભાગરૂપે ભાજપ કાર્યાલય પર આમ આદમી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત માતા કી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. ભાજપ કાર્યાલય પર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતા. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મારવામાં આવ્યો હતો.

સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે તેવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આપેલા સમય કરતાં એક કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મુકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપ કાર્યાલય પર ઉભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી ગયા હતા.

મોટી સંખ્યા કાર્યકરો ખાલીસ્તાન મુર્દાબાદના નારા લગાવીને વિરોધ પ્રદશન કર્યું હતું.પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા અને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કરાયો હતો.પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવતાં આ મુદ્દો વિવાદિત બન્યો છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.