કુવૈતમાં નૂપુર શર્મા સામે પ્રદર્શન કરવું ભારતીયોને ભારે પડ્યુંઃ દેશનિકાલ થશે

| Updated: June 14, 2022 10:54 am

ભાજપની પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે વિરોધ પ્રદર્શન કરનારા ભારતીયો સહિતના એશિયનોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. આ બધાની ધરપકડ કરાયા પછી હવે તેઓને સ્વદેશ પાછા મોકલી દેવાશે. તેમના વિઝાનો તાત્કાલિક અંત લાવી દેવાશો અને ફરીથી તેમને અહીં ક્યારેય આવવા નહી દેવાય.

કુવૈતમાં નૂપુર શર્માની સામે વિરોધ પ્રદર્શન ભારતીયો સહિતના એશિયનો ફહાહિલ વિસ્તારમાં ભેગા થઈ ગયા હતા. તે સમયે જ પોલીસ ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી. આ બધાને ટ્રકમાં લઈ જવાયા હતા.  તેઓને કુવૈતના કાયદાનો ભંગ કરવા બદલ સ્વદેશ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુવૈતના કાયદા મુજબ ત્યાં કામ કરવા માટે આવનારી કોઈપણ વ્યક્તિ વિરોધ પ્રદર્શન જેવી કોઈપણ પ્રક્રિયા કરી શકતી નથી કે રસ્તા પર આ રીતે ઉતરી શકતી નથી. પોલીસ હવે તે પણ ચકાસી રહી છે કે તેઓને પ્રદર્શન કરવા માટે કોણે ઉશ્કેર્યા હતા.

દેશનિકાલ પામનારા એશિયનો સહિતના ભારતીયો હવે ક્યારેય કુવૈતમાં પ્રવેશી શકશે નહી. તેઓ હવે કુવૈતના પ્રતિબંધિત લોકોની યાદીમાં સ્થાન પામશે. કુવૈતની સરકારે ભારતીય રાજદૂતાવાસને પણ જણાવી દીધું છે કે તેઓ ભારતીયોની તેમને ત્યાંથી હકાલપટ્ટી કરી રહ્યા છે. ભારતીય રાજદૂતાવાસે પણ જણાવ્યું હતું કે તેઓ કુવૈતના કાયદાને માન આપે છે. તેની કાયદાકીય પ્રક્રિયામાં તેઓ કોઈ હસ્તક્ષેપ કરશે નહી.

આરબ દેશોમાં ધરણા અને વિરોધ પ્રદર્શનો આયોજિત કરવા પર પ્રતિબંધ છે. કોઈપણ પ્રકારના પ્રદર્શનને કાયદાના નિયમોનો ભંગ ગણવામાં આવે છે. તેની સાથા આ કાયદાનો ભંગ કરનારાઓને સ્વદેશ મોકલી દેવાય છે અને તે કુવૈતના પ્રતિબંધિત લોકોની યાદીમાં સ્થાન પામે છે. આ લોકો પછી ક્યારેય અહીં પરત આવી શકતા નથી. આરબ દેશો આ પ્રકારના પ્રદર્શનો અને વિરોધ પ્રદર્શનોને સત્તા પરિવર્તનની સંભાવના તરીકે જોતા હોવાથી તેના પર તેઓની ચાંપતી નજર હોય છે. તેથી આવા કોઈપણ પ્રકારના પ્રદર્શનો ત્યાં થાય તો ત્યાંની સરકાર આકરી કાર્યવાહી કરે છે.

કુવૈત સ્થિત ભારતીય પત્રકારે જણાવ્યું હતું કે ભારત સરકારના કુવૈત સાથે સંબંધ સારા હોવા છતાં પણ ભારતીયોને આ મોરચે માફી મળે તેવી કોઈ સંભાવના નથી. તેથી ભારત સરકાર પણ આ બાબતે કોઈપણ પ્રકારની દરમિયાનગીરી કરી નહી શકે. આમ ત્યાં દેખાવો કરનારા ભારતીયોએ પરત આવવું પડશે. ફક્ત કુવૈત જ નહી ભારત પણ અહીં પરત ફરેલા આ પ્રકારના દેખાવો કરનારા ભારતીયોને બ્લેકલિસ્ટ કરશે જેના લીધે તેઓ ભવિષ્યમાં ભારતની બહાર નહી જઈ શકે.

Your email address will not be published.