રાજકોટમાં સીએમના રોડ શોમાં પ્રોટોકોલ મામલતદાર કોરોના પોઝિટિવ, સતત ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં રહ્યા હતા

| Updated: January 5, 2022 10:03 pm

રાજકોટમાં પાંચ દિવસ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલના રોડ શો માં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. ત્યારે રોડ શો અને આ કાર્યક્રમમાં હાજરી આપનાર સીએમના પ્રોટોકોલ મામલતદાર કોરોના પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવતા તેઓને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 141 કેસ સામે આવ્યા છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધતા કલેક્ટર દ્વારા ઓફિસમાં તમામ લોકોને માસ્ક પહેરવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. જો કે, સીએમના રોડ શો માં સામેલ પ્રોટોકોલ મામલતદાર કોરોના પોઝિટિવ આવતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે, મામલતદાર આઈ.જી. ઝાલાની સીએમના રોડ શો બાદ અચાનક તેઓની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સાથના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. મામલતદાર 31 ડિસમ્બરે ઝાલા સતત મુખ્યમંત્રીના સંપર્કમાં રહ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક અધિકારીઓને કોરોનાનો ચેપ લાગ્યાની શંકા વ્યક્ત કરાઈ છે. મામલતદારે પોતાના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ભયજનક સ્થિતિએ જઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 3350 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને 236 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાની સાથે ઓમિક્રોનના પણ 50 કેસ નોંધાયા છે. જો કે, અમદાવાદમાં 1637 કેસ નોંધાતા લોકોમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે.

Your email address will not be published.