PSI Recruitment: PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર,એટલા ઉમેદવારોનું શારીરિક પરિશ્રમ સફળ થયું

| Updated: January 15, 2022 3:57 pm

ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરાયું છે.જેમાં પાસ થનાર ઉમેદવારોની યાદી આજે જાહેર કરાઇ છે.પીએસઆઈની કસોટીમાં 96,000થી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે.અને આવનારા દિવસોમાં ઉમેદવારોની હવે પ્રિલિમીનરી પરીક્ષા યોજવામાં આવશે.

96000 ઉમેદવારો પાસ થયા હોવાની માહિતી મળી રહી છે. આ પહેલા 3ડિસેમ્બરના રોજ પીએસઆઈ સંવર્ગની કસોટી કરવામાં આવી હતી અને તેની સાથે શારીરિક પરિક્ષાઓ લેવામાં આવી હતી.અને આ સાથે જ આજ રોજ પાસ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે આ શારીરિક પરિક્ષા આપવામાં આવી હતી.અને આ ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને આ કસોટી પુરી થતાની સાથે જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ઉમેદવારો ઓનલાઇન આ પરિણામ જોઇ શકશે.

Your email address will not be published.