મહિલાકર્મી સામે અશોભનિય વર્તન કરે તો તેને પણ સાખી લેવામાં નહીં આવે. પોલીસને પણ તેના ગેરવર્તનની સજા મળી છે તેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યુ હતું.
સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એ.બી.મોરીએ સાથે કામ કરતી મહિલા એલ.આર તેમજ એક મહિલા જી.આર.ડીને તેમજ એક ગુનામાં ભોગ બનેલી યુવતીને મોડી રાત્રે આપત્તિ જનક મેસેજ અને વિડીયો કોલ કરતા હતા. જેને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. વિવાદ વકરતા જ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.પી બિશાખા જૈને મહિલા પોલીસકર્મચારી અને જી.આર.ડીની પ્રાથમિક પૂછતાછ બાદ બે પાનાંનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને મોકલી આપ્યો હતો.
જો કે હાલમાં જ મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કડોદરા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. રિપોર્ટ થતાં પીએસઆઇ સામે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનાં આદેશ આપતા જ પીએસઆઇ એ.બી.મોરી ખાતાકીય તપાસમાં માંદગીનું બહાનુ કાઢીને રજા પર ઉતરી ગયા હતા. જો કે હવે પી.એસ.આઈ એ.બી.મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )