Punjab Election 2022: મુખ્યમંત્રીની પસંદગી જનતા કરશે, કેજરીવાલે ફોન નંબર જાહેર કરી સૂચનો માંગ્યા

| Updated: January 13, 2022 3:45 pm

આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. પંજાબની ચૂંટણીમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પંજાબ ચૂંટણીને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરુવારે જણાવ્યું કે, અલગ-અલગ ચેનલો સર્વે કરી રહી છે. AAP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. એવું લાગે છે કે અમે હમણાં જ અમારા લક્ષ્યસ્થાન પર પહોંચ્યા છીએ. હું પંજાબના તમામ લોકોને કહેવા માંગુ છું, આપણી પાસે ઓછામાં ઓછી 60 નહીં પરંતુ 80 બેઠકો હોવી જોઈએ, તેથી હું લોકોને કહેવા માંગુ છું કે, આ વખત છેલ્લો ધક્કો મારી દો, નિશ્ચિત રીતે AAP જ સરકાર બનાવશે. તે ઉપરાંત કેજરીવાલે કહ્યું કે જનતા તેમના મુખ્યમંત્રી પસંદ કરશે.

કોણ હશે સીએમ ઉમેદવાર?

કેજરીવાલે કહ્યું કે જે પણ આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર હશે તે પંજાબના આગામી સીએમ હશે. તેમણે કહ્યું કે “ભગવંત માન મને બહુ વહાલા છે, મારા એક નાના ભાઈ સમાન છે. હું પણ રૂમમાં બેસીને કહી રહ્યો હતો કે ભગવંતને સીએમ બનાવી દઈએ પરંતુ તેમણે કહ્યું કે જનતાને પૂછવું જોઈએ.” 1947 પછી પહેલીવાર એવું થઈ રહ્યું છે કે સરકાર બનવા જઈ રહી છે, મુખ્યમંત્રી કોણ બનવું જોઈએ. 17મીએ સાંજે 5 વાગ્યા સુધી લોકોના ફીડબેક આવશે. તેના આધારે AAP પોતાના સીએમ ઉમેદવારની ઘોષણા કરશે. કેજરીવાલે કહ્યું કે મારી અંગત પસંદગી મહત્વની નથી, જનતાની પસંદગી મહત્વની છે.

આ નંબર પર ફોન કરી બતાવો તમારો ઉમેદવાર: ભગવંત માન

આમ આદમી પાર્ટીના પંજાબના વડા ભગવંત માને કહ્યું કે સામાન્ય રીતે પક્ષો મુખ્યમંત્રીને લોકો પર લાદે છે, પરંતુ મુખ્યમંત્રીની જવાબદારી મોટી જવાબદારી છે. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોના દુ:ખ અને સુખમાં સામેલ થવાનું છે. જનતા સાથે વાત કર્યા બાદ જો સીએમ ઉમેદવાર બનાવવામાં આવે તો લોકોને વિશ્વાસ વધે છે. અમે એક નંબર જાહેર કરી રહ્યા છીએ- 7074870748. તમે તેના પર કૉલ કરીને અથવા મેસેજ કરીને તમારા મનપસંદ CM ઉમેદવારની પસંદગી કરી શકો છો.

હું સીએમની રેસમાં નથી: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે અમે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપી દીધો છે. અમે મુખ્યમંત્રીનો નિર્ણય 3 કરોડ પંજાબીઓ પર છોડી દીધો છે. હું મુખ્યમંત્રીની રેસમાં નથી, હું સ્પષ્ટ કરી દઉં. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક અંગે દિલ્હીના સીએમએ કહ્યું કે જો પંજાબમાં AAPની સરકાર આવશે તો વડાપ્રધાન અને પંજાબના 3 કરોડ લોકો પણ સુરક્ષિત રહેશે.

Your email address will not be published.