કોંગ્રેસે પંજાબ ચૂંટણી માટે 86 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, સોનુ સુદની બહેન મોગા બેઠક પર લડશે

| Updated: January 15, 2022 8:18 pm

કોંગ્રેસે પંજાબ ચૂંટણી માટે 86 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. સીએમ ચરણજિતસિંહ ચન્ની ચમકોર સાહેબ ખાતેથી તેમજ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુ અમૃતસર ખાતેથી ચૂંટણી લડશે.

અભિનેતા સોનુ સુદની બહેનને કોંગ્રેસે મોગા બેઠક પરથી ટિકિટ આપી છે. હાલના કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને સિંગર સિધ્ધુ મુસેવાલા પણ ચૂંટણી લડવાના છે.

આ લિસ્ટ જાહેર થયુ તે પહેલા કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ ઝાટકો આપ્યો છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી જોગિન્દરસિંહ પાર્ટીમાંથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

પંજાબમાં એક તબક્કામાં મતદાન થશે. રાજ્યની તમામ 117 બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે. પંજાબમાં ચૂંટણી માટે 21 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 28 જાન્યુઆરી સુધી નામ નોંધાવી શકશો, ઉમેદવારી પત્રોની ચકાસણી 29 જાન્યુઆરીએ થશે. 31 જાન્યુઆરી સુધી નામ પરત ખેંચી શકાશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. પંજાબની 117 વિધાનસભા બેઠકોમાંથી 34 બેઠકો અનામત છે.

Your email address will not be published.