રાજ્યના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદી શક્તિપીઠ અંબાજીની મુલાકાતે : માતાના દર્શન કર્યા બાદ કર્યું એપનું લોન્ચિંગ

| Updated: October 7, 2021 4:29 pm

આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના કેબીનેટ મિનિસ્ટર પુર્ણેશ મોદીએ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી હતી. પુર્ણેશ મોદીએ માં અંબા ના દર્શન કર્યા હતા અને ફરિયાદ નિવારણ એપનું લોન્ચિંગ કર્યું હતું.

રાજ્યના કેબીનેટ મિનિસ્ટર પુર્ણેશ મોદી વહેલી સવારે તેમના પરિવાર સાથે અંબાજી મદિરના દર્શને પહોચ્યા હતા. જ્યાં તેમને પરિવાર સાથે મંગળા આરતી કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી. જે બાદ તેમણે ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. મંદિરના વહીવટદાર એસ જે ચાવડાએ મંત્રી પુર્ણેશ મોદીને શ્રીયંત્રની ભેટ અર્પણ કરી હતી.  

સાથે સાથે ગુજરાત કેબિનેટ મિનિસ્ટરે 5 વિભાગોની વેબસાઈટ સાથે એપનું લોન્ચિંગ કર્યું હતું. ફરિયાદ નિવારણ એપ દશેરાથી પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ થશે. આ એપ્લીકેશન થકી લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠા જ સરકાર સુધી પહોચાડી શકશે. લોકો સીધી ફરિયાદ સરકારને કરી શકશે. જે બાદ સરકાર દ્વારા યોજાનાર નવરાત્રી મહોત્સવની પણ જાણકારી આપી હતી. આ નવરાત્રી દરમિયાન નવ દિવસ અલગ અલગ મંત્રીઓ શક્તિપીઠો પર જઈને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરશે.

( અહેવાલ : વિનોદ હીરાગર )

Your email address will not be published. Required fields are marked *