અર્જુનએ(Arjun) તમાકુની જાહેરાતને નકારી કાઢી હોવાનું સામે આવ્યું છે જેમાં તેમને અઢળક પૈસાની ઓફર કરવામાં આવી હતી એમ પણ વાત સામે આવી છે.
દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર અભિનેતા અર્જુને (Arjun)કર્યું છે તેના માટે લોકો તેના વખાણ કરી રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી વાહવાહી મેળવી છે. અભિનેતાએ તમાકુની એડ કરવાનો ઇનકાર કર્યો છે.
સાઉથની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં એક્ટર અર્જુને ન માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લાખો દિલ જીતી લીધા હતા.
જેમાં તેની જોરદાર એક્ટિંગ અને એક્શનના લોકો દિવાના બની ગયા હતા. આવી સ્થિતિમાં હવે ફરી એકવાર તે ચર્ચામાં આવી છે અને ચારેબાજુ તેના જોરદાર વખાણ થઈ રહ્યા છે. આ વખતે તેની કોઈ ફિલ્મ નથી, પરંતુ તે ટોબેકો એડને લઈને હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.આ જાહેરાત માટે તેમને તગડી રકમ મળતી હતી પરંતુ એમ છતા તેમણે ના પાડી છે.જેના કારણે તેમના ખૂબ વખાણ થઇ રહ્યા છે.
આ પણ વાંચો-PM ગુજરાતમાં: મોદી ગાંધીનગરમાં આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું
આ નિર્ણયથી ચાહકોની ખુશીનું કોઈ સ્થાન નથી, લોકો તેમના વખાણ કરતા થાકતા નથી અને સાથે જ તેઓ બોલિવૂડ સ્ટાર્સને પણ જોરદાર માર મારી રહ્યા છે. કારણ કે સલમાન, અજય દેવગન, અમિતાભ બચ્ચન અને રણવીર કપૂર જેવા સુપરસ્ટાર પાન મસાલાની એડ કરતા હોય છે પરંતુ તેમણે ના કરી જેના કારણે બધા નેતાઓથી તેઓ અલગ જોવા મળી રહી છે.
અર્જુન(Arjun) નથી ઈચ્છતો કે તેની એડ જોઈને તેના ફેન્સ તમાકુનું સેવન કરવા લાગે. તેથી જ અભિનેતાએ વિલંબ કર્યા વિના ઓફર ઠુકરાવી દીધી. દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફ અભિનેતાનું આ એક પ્રશંસનીય પગલું છે.