રાઘવ બહલની એ રણનીતિ જેણે અપાવી ક્વિન્ટને સફળતા

| Updated: May 23, 2022 3:34 pm

ક્વિન્ટ ડિજિટલ મીડિયા અને તેની સબસિડરી કંપનીઓ ક્વિન્ટીલિયન મીડિયા અને ક્વિન્ટીલિયન બિઝનેસ મીડિયાએ 13 મેના રોજ અદાણી એન્ટરપ્રાઇઝિસની સંપૂર્ણ માલિકીની સબસિડરી એએમજી મીડિયા નેટવર્ક્સ સાથે ક્વિન્ટીલિયન બિઝનેસ મીડિયામાં 49 ટકા વિનિવેશ (ડિસઇન્વેસ્ટમેન્ટ) સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

5000 ટકાનો નફો:
ક્વિન્ટ ડિજિટલ મીડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 950 કરોડ રૂપિયાથી વધુ થઇ ગયું છે. નવેમ્બર 2018 માં, બહલે કંપની (નામ બદલીને ક્વિન્ટ ડિજિટલ મીડિયા કર્યું હતું) ખરીદી હતી. તેમણે કંપનીમાં પ્રમોટર્સ (ગૌરવ મર્કન્ટાઈલ)નો હિસ્સો ખરીદ્યો હતો અને ત્યાર બાદ જાહેર શેરધારકોને ઓપન ઓફર કરી હતી. કુલ ખર્ચ 7.85 કરોડ રૂપિયા હતો..પ્રમોટર્સ (રાઘવ અને તેમની પત્ની રિતુ કપૂર)નું શેરહોલ્ડિંગ હવે 440 કરોડ રૂપિયા થઈ ગયુ છે, જે સાડા ચાર વર્ષમાં 5000  ટકાથી વધુનો ફાયદો છે.

બહલ અને નેટવર્ક18:
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના દેવાને સમય પહેલાં ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધા બાદ 2014માં બહલને નેટવર્ક18 (તેમણે સ્થાપેલી મીડિયા કંપની)માંથી બહાર નીકળવાની ફરજ પડી હતી તે વાત જગજાહેર છે. તે પછી તરત જ, બહલે બ્લૂમબર્ગના સહયોગથી એક બિઝનેસ ટેલિવિઝન ચેનલ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રોજેકટ નિષ્ફળ ગયો કારણ કે તેમનું લાઇસન્સ કયારેય આવ્યું જ નહીં.

બહલ જાણતા હતા કે ડિજિટલ મીડિયા એ ભવિષ્ય છે
બહલે ડિજિટલ મીડિયા પર પર ફોકસ કર્યું, જે તેમણે ટીવીની કલ્પના કરી હતી તેટલું ક્યારેય વધ્યું નહીં.
તેમને ચાર વર્ષ સંઘર્ષ કરવો પડ્યો. સૂચિત ટેલિવિઝન બિઝનેસમાં કંપનીએ અંદાજિત 200 કરોડ રૂપિયાના રોકાણને રાઇટ ઓફ કરવું પડ્યું હતું. બહલની લિસ્ટેડ કંપની ક્વિન્ટ ડિજિટલ મીડિયાએ 2020-21માં 21 કરોડ રૂપિયાની આવક અને 1.86 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી.
જોકે તે પછી સમય બદલાયો અને થોડા સમયમાં ક્વિન્ટની પ્રગતિ થઇ તેણે સાબિત કર્યું કે બહલને ખબર હતી કે ડિજિટલ મીડિયા એ ભવિષ્ય છે.

Your email address will not be published.