આજના સમયમાં મોંધવારીમાં સતત વધારો થઇ રહ્યો છે.જેને લઇને હવે કોઇ લગ્ન કરવા હોય તો સામે એક મકાન તૈયાર ઉભું થઇ જાય તેટલો ખર્ચ થઇ જાય છે.અને આ સમયમાં આજના નવા નવા રિવાજો કાઢવામાં આવે છે જેને લઇને ગરીબ વર્ગ છે તે આ રિવાજો કરી શકતા નથી પરંતુ ધીમે ધીમે આ એક રિવાજો બનતા જઇ રહ્યા છે,જો કે તેને લઇને દરેક સમાજ હવે પગલા ઉઠાવી રહ્યા છે તેમાં હવે રબારી સમાજ દ્રારા પણ પ્રેરણાદાયી નિર્ણય કર્યા છે.સગાઇ, ચાંલ્લા, લગ્ન, ઝિયોડા અને બેસણાંમાં કરાયા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.













સગાઇ વિધિમાં પાંચ માણસોની મર્યાદામાં જવુ જોઇએ. સગાઇમાં સાદો રૂપિયો આપવો, સગાઈમાં દાગીનાની મનાઇ કરાઇ. આ સાથે તેમાં કહેવામાં આવ્યું કે બે જોડ કપડાં સિવાચ કોઇ પણ વસ્તુ લાવવી નહી.વેવાઈને રૂા.100/- પહેરામણી કરવી અને તેમની સાથે હોય તેને રૂા.500/- પહેરામણી બીજા કોઇને આપવી નહી.મોબાઇલની આપ-લે પર પણ મનાઇ કરવામાં આવી છે, બીજી ધણી વિગત છે જે તમે આ ફોટાઓમાં જોઇ શકો છો,