મુકેશ અંબાણીને આંબી જશે ગૌતમ અદાણી ? એશિયાના સૌથી મોટા ધનકુબેર કોણ?

| Updated: December 1, 2021 1:27 pm

ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી જોવા મળતી છેલ્લા બે દિવસથી મોટી ઊથલપાથલના પરિણામસ્વરૂપ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં આ બે દિવસો દરમિયાન અંદાજે રૂ. 55,791 કરોડનું ધોવાણ થયેલું જોવા મળ્યું છે. એટલું જ નહીં, મુકેશ અંબાણી અને એશિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણની સંપત્તિ વચ્ચે માત્ર રૂ. 72000 કરોડનો જ તફાવત રહી ગયો છે.

એપ્રિલની શરૂઆતમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં આશરે રૂ. 36,000 કરોડનો વધારો થયો હતો જે એમને એ સમયે વિશ્વના બિલિયોનેરની યાદીમાં પહેલીવાર 20મા ક્રમ પર લઇ ગયો હતો. ત્યારથી લઈને આજદિન સુધીમા ગૌતમ અદાણીની સંપત્તિ વધીને રૂ. 6.09 લાખ કરોડ પાર કરી ગઈ છે. એટલે કે માત્ર 8 મહિનામાં અદાણીની સંપત્તિ અંદાજે રૂ. 1.60 લાખ કરોડ જેવી વધી ગઈ છે.

સોમવારે સેન્સેક્સ 1170.12 પોઈન્ટ અને નિફ્ટી 348.25 પોઈન્ટ તૂટી હતી. જ્યારે આજે મંગળવારે પણ 700-800 પોઈન્ટની તેજી-મંદી જોવા મળી હતી. આના કારણે . પાછલા દોઢ મહિનામાં અંબાણીની સંપત્તિમાં આશરે રૂ. 76000 કરોડનો ઘટાડો થયો છે. જો કે મુકેશ અંબાણી ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સમાં 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ છે છતાં, આજે તેમની સંપત્તિ ઘટીને રૂ. 6.82 લાખ કરોડ થઈ છે.

2020 અને 2021ની સરખામણી કરતા એવું સ્પષ્ટપણે વિદિત થાય છે કે જો ગયા વર્ષે રિલાયન્સે પોતાનો સ્ટેક વેચી અને નવું ઇન્વેસ્ટમેન્ટ લાવી લગભગ રૂ. 1.50 લાખ કરોડથી પણ વધારેનું ભંડોળ મેળવ્યું હતું. અને મુકેશ અંબાણીની સંપત્તિમાં આગલા વર્ષની સરખામણીએ 78% નો વધારો થયો હતો, તો 2021માં અદાણી ગ્રુપની કંપનીઓના ભાવ વધી જતા ગૌતમ અદાણીની સંપત્તિમાં 2020ની સરખામણીએ 335%નો વધારો થયો હતો.પાછળ વર્ષમાં અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે 660% જેવું વધી રૂ. 9.95 લાખ કરોડ પર પહોંચી ગયું જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 2020ની સરખામણીએ અત્યારે 114% જેટલું વધી રૂ. 15.13 લાખ કરોડ પર છે.

Your email address will not be published. Required fields are marked *