રાહુલ ગાંધીએ ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી, લંડનમાં કહ્યું- ‘ભારત હવે સારો દેશ નથી રહ્યો’

| Updated: May 21, 2022 10:30 am

રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ પછી ભાજપે કહ્યું છે કે તેઓ તેમને નિશાન બનાવીને દેશનું અપમાન કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી છે. આ સાથે જ રાહુલે એમ પણ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈનું સાંભળતા નથી. ભારતની લોકશાહી ખતરામાં છે. જ્યાં બંધારણીય સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે.

લોકશાહીનું બહાનું, પીએમ પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીનું નિવેદન લંડનમાં સામે આવ્યું છે જ્યાં તેમણે ભારતની તુલના પાકિસ્તાન સાથે કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. ‘આઈડિયા ફોર ઈન્ડિયા’ કોન્ક્લેવમાં એક નિવેદન આપતા રાહલે કહ્યું કે ભારતમાં મીડિયા એક તરફ ઉભા રહીને કામ કરી રહ્યું છે.

પીએમ મોદી કોઈનું સાંભળતા નથી
પીએમ મોદીનો વિરોધ કરતાં રાહુલ ગાંધી (Rahul Gandhi)અહીં જ ન અટક્યા, વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપે આખા દેશમાં કેરોસીન ફેલાવી દીધું છે. આ વખતે રાજ્યોની સત્તા ઘટાડવા માટે ED, CBIનો ભારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક વિચારધારાએ ભારતના અવાજને કચડી નાખ્યો છે. હવે આ રાષ્ટ્રીય વૈચારિક લડાઈ છે.

ભારતમાં મીડિયાનું એકતરફી વર્તન
રાહુલ ગાંધીએ (Rahul Gandhi)એમ પણ કહ્યું કે દેશનું મીડિયા ન્યાયી નથી, તે પણ એક તરફ ઉભા રહીને એકતરફી વર્તન કરી રહ્યું છે.

Your email address will not be published.