રાહુલ ગાંધી “નારાજ” ચાલી રહેલા હાર્દિક પટેલ સાથે કરી મુલાકાત

| Updated: May 10, 2022 5:26 pm

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવાર 10 મેના રોજ ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી પર બે ભારત બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેઓએ એક અમીરો માટે અને બીજું ગરીબો માટેનો ભારતનો ઉલ્લેખ કર્યો હતો. ખાસ વાત એ છે કે આ પ્રસંગે કોંગ્રેસથી નારાજ પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધી સાથે હાજર રહ્યા હતા. હાર્દિક પટેલે આજે તેના ટ્વિટર અકાઉન્ટ પર રાહુલ ગાંધી અને તેનો ફોટો પણ શેર કર્યો હતો.

હાર્દિક પટેલે થોડા સમય પહેલા પોતાના ટ્વિટર હેન્ડલનો બાયો બદલતા કોંગ્રેસનું ચિહ્ન હટાવી દીધું હતું. જે બાદ તેના કોંગ્રેસ છોડવાની અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારબાદ દાહોદના આ કાર્યકર્મને લઈ હાર્દિકે કહ્યું હતું કે, હું કાર્યક્રમમાં કેમ નહીં આવીશ. હું કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ છું. જ્યારે કેન્દ્રીય નેતૃત્વ આવશે ત્યારે હું ચોક્કસ આવીશ. હું કોંગ્રેસ પક્ષમાં જ છું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે રાજ્યના નેતૃત્વ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરશે, તો તેમણે જવાબ આપ્યો કે જ્યારે કેન્દ્રીય નેતૃત્વ અહીં હશે, ત્યારે તેઓ ચોક્કસપણે રાજ્યના નેતૃત્વ સાથે વાત કરશે અને અન્ય બાબતો પર પણ ચર્ચા કરશે.

અહેવાલો અનુસાર, રાહુલ ગાંધીએ નારાજ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો છે અને તેને પાર્ટીમાં ચાલુ રાખવા કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મતભેદો દૂર કરવા માટે રાહુલ ગાંધીએ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો છે.

રાહુલ ગાંધીએ આ અવસરે મોદી સરકરા પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેઓએ ગુજરાત મોડલને લઈ મોદી સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી બે હિન્દુસ્તાન નથી ઈચ્છતી. “અમને બે નથી જોઈતા. અમને એક ભારત જોઈએ છે અને તે ભારતમાં દરેકને સન્માન મળવું જોઈએ, દરેકને તક મળવી જોઈએ, દરેકને શિક્ષણ મળવું જોઈએ, દરેકને હોસ્પિટલ, આરોગ્ય સેવાઓ મળવી જોઈએ.”

Your email address will not be published.