13 જૂનના રોજ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર રહેશે, બીજી બાજુ કોંગ્રેસ દેશમાં વિરોધ કરશે

| Updated: June 11, 2022 9:23 pm

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આગામી 13 જૂનના રોજ ED સમક્ષ હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરશે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ કોંગ્રેસ દ્વારા એક કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં જણાવ્યું કે ‘હું પણ ED ઓફિસ જઈશ’.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 13 જૂન સોમવારના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહશે ત્યારે દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે. સોમવારે રાહુલ ગાંધી દિલ્હી સ્થિત ED કચેરીમાં હાજર રહેવાના છે ત્યારે આ સમય દરમ્યાન દેશના અલગ અલગ તાલુકો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જ્યાં સુધી રાહુલ ગાંધી કચેરીમાં પૂછપરછ થાય, ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી પોતાનો વિરોધ પ્રગટ કરશે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

13 જૂનના રોજ રાહુલ ગાંધી ED સમક્ષ હાજર રહેવાના છે. જેને લઈને તેમનો ગુજરાત પ્રવાસ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. અગાઉ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે રાહુલ ગાંધી 12મી જૂન એટલે કે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદાના ચારણવાડા ગામે સભાને સંબોધન કરવાના હતા. પરંતુ સોમવારે તમને ED સમક્ષ હાજર રહેવાનું છે. જેને લઇને તેમના ગુજરાત પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

Your email address will not be published.