રેલવેના 12 લાખ કર્મચારીઓની દિવાળી સુધરીઃ જાણો આ વખતે કેટલું બોનસ મળશે

| Updated: October 6, 2021 4:18 pm

કેન્દ્રિય કેબિનેટે રેલવેના 12 લાખ કર્મચારીઓ માટે બોનસને મંજૂર કર્યું છે. દર વર્ષે દિવાળીના તહેવારો અગાઉ સરકાર બોનસની જાહેરાત કરતી હોય છે.

રેલવેના કર્મચારીઓ આ વખતે 78 દિવસના વેતન જેટલું બોનસ મળશે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે જાહેરાત કરી હતી. આ બોનસ નોન-ગેઝેટેડ અધિકારીઓને મળશે અને તે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ છે.

આ બોનસની જાહેરાતના કારણે રેલવેની તિજોરી પર લગભગ રૂ.1985 કરોડનો બોજ આવશે.
દર વર્ષે દશેરા અને દુર્ગા પૂજાના તહેવારો અગાઉ રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત થાય છે. ઠાકુરે કહ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ બોનસ જાહેર કરવામાં આવ્યું છે.

2019માં ભારતીય રેલવેએ 78 દિવસના વેતન જેટલું બોનસ જાહેર કર્યું હતું. તેમાં બોનસનો કુલ ખર્ચ લગભગ રૂ. 2081 કરોડ હતો. 2020માં રેલવેએ બોનસની ગણતરી માટેની ટોચમર્યાદા માસિક સાત હજાર રૂપિયાની રાખી હતી. પાત્રતા ધરાવતા રેલવે કર્મચારી માટે ચુકવવાપાત્ર મહત્તમ રકમ 78 દિવસ માટે રૂ.17,951 હતી.

Your email address will not be published. Required fields are marked *