ગાંજા હેરફેરમાં ભિક્ષુકોને કેરિયર બનાવવાનું રેલવે પોલીસની તપાસમાં બહાર આવ્યું, દસ દિવસમાં 9 લાખનો ગાંજો અને પાંચ આરોપી પકડાયા

| Updated: July 29, 2022 9:23 pm

અમદાવાદ
અમદાવાદ રેલવે પોલીસે છેલ્લા દસ દિવસમાં ચાર વખત રેલવેની હદમાંથી ગાંજો ઝડપી પાડયો છે. દસ જ દિવસમાં ટ્રેન મારફતે હેરાફેરીના 4 કેસ કરવામાં આવ્યા છે. ગાંજા સાથે પોલીસે 5 આરોપી ઓને ઝડપી પાડ્યા છે. આશરે 9 લાખનો ગાંજો અમદાવાદમાં આવતા પકડાયો છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલી બે મહિલા ભિક્ષુક હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્સ માફિયા ભિક્ષુકોની ગરીબીનો ફાયદો લઇ તેમને કેરિયર બનાવી રહ્યા છે

પોલીસે સુત્રોએ જણાવ્યુ હતુ કે, રેલવે પોલીસે છેલ્લા દસ દિવસમાં સતત વોચ રાખી ગાંજાની હેરફેર કરનાર ટોળકીની કમર તોડવા પ્રયાસો કર્યા છે. જેમાં રેલવે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 3 મહિલા આરોપીઓ છે. 22મી જુલાઇએ બે મહિલાને પકડી હતી તેમની તપાસમાં ખુલ્યું હતુ કે, તેઓ મુંબઈ રેલવે સ્ટેશન પર ભિક્ષાવૃત્તીનું કામ કરે છે પરંતુ તેઓને રૂપિયાની લાલચ આપીને ગાંજાની સ્મગલીંગ કરતી ગેંગ ગાંજાની હેરાફેરી કરાવતી હતી. પોલીસનું માનવું છે કે, મોટાભાગના કેસમાં ગાંજો પૂરી તરફથી આવે છે. હવે ગાંજાની હેરાફેરી કરતા માફિયાઓ મોટાભાગે મહિલાઓ અને ભિક્ષુક મહિલાઓને રૂપિયાની લાલચ આપી ગાંજાની હેરાફેરી કરાવે છે તે આ પુછપરછમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓની પુછપરછ કરીને સમગ્ર નેટવર્કમાં મૂળ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે.

Your email address will not be published.